Gold-Silver Today's Ahmedabad Rate:વિશ્વ બજારોમાં સોના અને ચાંદી (Gold And Silver Price)માં આજે સપ્તાહના સતત ચોથા દિવસે મંદી આગળ વધી છે. વિશ્વ બજારોમાંથી મળતા સંકેતો વચ્ચે સ્થાનિક બજારોમાં પણ મંદીની અસર જોવા મળતી હતી. જોકે અમદાવાદ ખાતે ચાંદીના ભાવમાં ઘટાડાના માહોલને બ્રેક લાગી હતી ત્યારે બીજી બાજુ સોનામાં ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2000 વધ્યા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવમાં રૂપિયા 2000નો ઘટાડો થયો હતો.
અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ
વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં બે દિશામાં કામકાજ થયા હતા. અમદાવાદ ચાંદી કીલો દીઠ રૂપિયા 2 હજાર વધી રૂપિયા 2,37,000 થયા છે.જ્યારે અમદાવાદ શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 2000 ઘટી રૂપિયા 1,50,000 થયો છે. અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 2000 ઘટી રૂપિયા 1,49,700 થઈ ગયા છે.
સોના-ચાંદીના ભાવ(Gold And Silver Price)
| વિગત | લઘુત્તમ ભાવ | મહત્તમ ભાવ |
| ચાંદી ચોરસા | 2,32,000 | 2,37,000 |
| રૂપું | 2,31,800 | 2,36,800 |
| સિક્કા જૂના | 2,700 | 3,000 |
| સોનું (99.9 Pure Gold) | 1,47,000 | 1,50,000 |
| સોનું (99.5 Gold) | 1,46,700 | 1,49,700 |
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. વિશ્વ બજારમાં ચાંદી ઔંસ દીઠ 0.63 ડોલર એટલે કે 0.93 ટકા ઘટી 63.98 ડોલર થઈ ગઈ છે. જ્યારે સોનું ઔંસદીઠ ભાવ 33.85 ડોલર એટલે કે 0.85 ટકા ઘટી 4,076.97 ડોલર થઈ ગયું છે.
