Bank Holiday: આજે બકરી ઈદ નિમિત્તે બેંકો રહેશે બંધ કે ચાલુ? જાણો દેશના ક્યા રાજ્યોમાં શું છે સ્થિતિ

બેંક બંધ હશે તો પણ ગ્રાહકો માટે ઇન્ટરનેટ-મોબાઇલ બેન્કિંગ જેવી ડિજિટલ બેંકિંગ સેવા ચાલુ રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 28 May 2026 10:36 AM (IST)Updated: Thu, 28 May 2026 12:50 PM (IST)
bank-holiday-for-bakrid-2026-national-bank-and-government-office-holiday-today
HIGHLIGHTS
  • આજે બકરીદ નિમિત્તે જાહેર રજા
  • બેંક અને સરકારી કચેરી રહેશે બંધ

Bank Holiday For Bakri Eid 2026: જો તમે આજે કોઈ જરૂરી કામ માટે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો, તો ઘરેથી નીકળતા પહેલા બેંક હોલિડે (Bank Holiday) લિસ્ટ ચોક્કસ તપાસી લેવું જોઈએ. આજે 28 મે, ગુરુવારના રોજ બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) તહેવારને કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે, જોકે કેટલાક રાજ્યોમાં બેંકો ખુલ્લી પણ છે.

સરકારી કચેરીઓમાં પણ જાહેર રજા

બકરીદ/ઈદ-ઉલ-અઝહા એક ગેઝેટેડ રજા હોવાથી, તેને સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની કચેરીઓ, બેંકો અને મોટાભાગની રાજ્ય સરકારની કચેરીઓ માટે જાહેર રજા તરીકે મનાવવામાં આવી રહી છે. અગાઉ 27 મે, બુધવારના રોજ રજા જાહેર હતી. પરંતુ હવે દેશભરમાં કેન્દ્ર સરકારની તમામ વહીવટી કચેરીઓ 28 મે, ગુરુવારના રોજ બંધ રહેશે. દિલ્હી/નવી દિલ્હીમાં સ્થિત કેન્દ્ર સરકારની કચેરીઓ પણ આજે બકરીદના અવસર પર બંધ રહેશે.

જાણો કયા શહેરોમાં બેંકો બંધ રહેશે?

આજે બકરીદના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ, નવી દિલ્હી, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, અગરતલા, આઈઝોલ અને સમગ્ર મહારાષ્ટ્રમાં નાણાકીય સંસ્થાઓમાં રજા રહેશે.

આજે બેંકો ક્યાં બંધ છે?
મે, 2026 27 મે, બુધવાર 28 મે, ગુરુવાર
અગરતલા ખુલ્લા બંધ
અમદાવાદ ખુલ્લા બંધ
આઈજોલ ખુલ્લા બંધ
બેલાપુર ખુલ્લા બંધ
બેંગલુરુ ખુલ્લા બંધ
ભોપાલ ખુલ્લા બંધ
ભુવનેશ્વર ખુલ્લા ખુલ્લા
ચંદીગઢ ખુલ્લા બંધ
ચેન્નાઈ ખુલ્લા બંધ
દેહરાદૂન ખુલ્લા બંધ
ગંગટોક ખુલ્લા ખુલ્લા
ગુવાહાટી બંધ ખુલ્લા
હૈદરાબાદ ખુલ્લા બંધ
ઈંફાલ ખુલ્લા બંધ
ઇટાનગર ખુલ્લા ખુલ્લા
જયપુર ખુલ્લા બંધ
જમ્મુ બંધ બંધ
કાનપુર ખુલ્લા બંધ
કોચી બંધ બંધ
કોહિમા ખુલ્લા બંધ
કોલકતા ખુલ્લા બંધ
લખનોઉ ખુલ્લા બંધ
મુંબઈ ખુલ્લા બંધ
નાગપુર ખુલ્લા બંધ
નવી દિલ્હી ખુલ્લા બંધ
પણજી ખુલ્લા બંધ
પટના ખુલ્લા બંધ
રાયપુર ખુલ્લા બંધ
રાંચી ખુલ્લા બંધ
શિલાંગ ખુલ્લા બંધ
શિમલા ખુલ્લા બંધ
શ્રીનગર બંધ બંધ
તિરુવનંતપુરમ બંધ બંધ
વિજયવાડા ખુલ્લા બંધ

આ ઉપરાંત ઇમ્ફાલ, જયપુર, કાનપુર, કોહિમા, કોલકાતા, લખનૌ, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને વિજયવાડા શહેરોમાં પણ બેંકોમાં કામકાજ નહીં થાય. જમ્મુ, શ્રીનગર, કોચી અને તિરુવનંતપુરમ શહેરોમાં બેંકો ગઈકાલે પણ બંધ હતી. અને આજે પણ બંધ જ રહેશે.

ડિજિટલ બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે

આજે બકરીદના કારણે ભલે મોટાભાગના રાજ્યોમાં બેંક બ્રાન્ચ બંધ હોય, પરંતુ ગ્રાહકોને કોઈ મોટી મુશ્કેલીનોય સામનો કરવો પડશે નહીં. તમામ ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, UPI, ATM અને કાર્ડ વ્યવહારો જેવી ડિજિટલ બેંકિંગ સેવાનો ઉપયોગ કરી શકે છે. આ તમામ ઓનલાઇન સુવિધા સામાન્ય દિવસોની જેમ જ કામ કરતી રહેશે, જેથી ગ્રાહકો ઘરે બેઠા જ પોતાના નાણાકીય લેવડ-દેવડના કામ સરળતાથી પતાવી શકે છે.