Gold Silver Price: સમગ્ર વિશ્વના અનેક બજારો અમેરિકાની ફેડરલ રિઝર્વના નિર્ણય અંગે રાહ જોઈ રહ્યાં છે. ક્રુડ ઓઈલની કિંમતમાં તાજેતરમાં જે ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે તેને ધ્યાનમાં રાખીને વિશ્વ બજારોમાં મોંઘવારીની હળવી બની રહેલી ચિંતા અને નબળા ડોલરની સ્થિતિમાં સોના-ચાંદીની કિંમતોને મળવાના સંકેત મળી રહ્યા છે.
સોના-ચાંદીની કિંમતોમાં એકંદરે સાવચેતીભર્યું વલણ
દરમિયાન વિશ્વ બજારમાંથી જે સાવચેતીભર્યું વલણ જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે સોના-ચાંદીની કિંમતોમાં એકંદરે સ્થિર વલણ રહ્યું છે.
અમદાવાદ ખાતે સોના-ચાંદીની કિંમતોમાં એકંદરે સ્થિર વલણ રહ્યું છે. અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2,50,000 પર સ્થિર છે. જ્યારે અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,55,500 રહ્યો છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,55,000 રહ્યો છે.
રોકાણકારોની નજર હવે Fedના નિર્ણય પર રહેશે
વિશ્વ બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં એકંદરે થોડો અને રાહ જુઓની નીતિ અપવાની રહ્યા છે. અહેવાલો પ્રમાણે રોકાણકારોનું ધ્યાન હવે અમેરિકાની ફેડરલ રિઝર્વ નીતિ સંબંધિત જાહેરાત પર છે. આ સાથે બજાર ભવિષ્યમાં વ્યાજ દરોની દિશામાં મહત્વના સંકેતોની રાહ જોઈ રહ્યું છે.
વિશ્વ બજારમાં સોના-ચાંદીની સ્થિતિ
વિશ્વ બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 5.11 ડોલર એટલે કે 0.12 ટકા ગગડી 4,329.02 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ 0.02 ડોલર એટલે કે 0.04 ટકા તૂટી 69.91 ડોલર રહ્યા હતા.
