ITR Filing:ટેક્સ બચતની શાનદાર તક! ITR ફાઈલ કરતાં પહેલા આ લોકોએ ટેક્સ સ્લેબ વિશે ચોક્કસપણે જાણકારી મેળવવી જરૂરી

સરકારે સીનિયર સિટીઝન અને સુપર સીનિયર સિટીઝનને ટેક્સમાં કેટલીક રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. તેનો ઉદ્દેશ વૃદ્ધ લોકો પર વધારે ટેક્સનો બોજ ન પડે અને તેમને આર્થિક રીતે રાહત મળી શકે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 17 Jun 2026 03:31 PM (IST)Updated: Wed, 17 Jun 2026 03:31 PM (IST)
itr-filing-assessment-year-2026-27-know-the-information-about-different-tax-slabs

ITR Filing AY 2026-27: ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો સમય શરૂ થઈ ગયો છે. આ સંજોગોમાં દરેક કરદાતા માટે એ બાબત સમજવી જરૂરી છે કે તેમની ઉંમર અને આવક પ્રમાણે ટેક્સ કેટલો લાગશે અને કેવી રીતે તેની ગણતરી કરવામાં આવશે. ખાસ કરીને 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે ટેક્સ નિયમ સામાન્ય લોકોથી અલગ હોય છે.

વૃદ્ધ લોકો પર વધારે ટેક્સનો બોજ ન પડે

સરકારે સીનિયર સિટીઝન અને સુપર સીનિયર સિટીઝનને ટેક્સમાં કેટલીક રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. તેનો ઉદ્દેશ વૃદ્ધ લોકો પર વધારે ટેક્સનો બોજ ન પડે અને તેમને આર્થિક રીતે રાહત મળી શકે. આ સંજોગોમાં વૃદ્ધો માટે આ માહિતી ખુબ જ ઉપયોગી છે.

આવક વેરાના નિયમ પ્રમાણે 60 વર્ષ અથવા વધારે ઉંમરના તથા 80 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિનિયર સિટીઝન માનવામાં આવે છે.જ્યારે 80 વર્ષ અથવા વધારે ઉંમરના લોકોને સુપર સીનિયર સિટીઝન કહેવામાં આવે છે. બન્ને વર્ગો માટે ટેક્સ સ્લેબ અલગ-અલગ નક્કી કરવામાં આવે છે, જેથી ઉંમરની દ્રષ્ટિએ રાહત આપી શકાય છે.

60થી 80 વર્ષના સીનિયર સિટીઝન માટે

60થી 80 વર્ષના સીનિયર સિટીઝન માટે જૂની કરવેરાની વ્યવસ્થામાં રૂપિયા 3 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નથી. ત્યારબાદ 3 લાખથી રૂપિયા 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. રૂપિયા 5 લાખથી 10 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગી શકે છે. જો આવક રૂપિયા 10 લાખથી વધારે છે તો તેના પર 30 ટકા સુધી ટેક્સ આપવો પડી શકે છે.

રૂપિયા 4 લાખથી રૂપિયા 8 લાખ સુધીની આવક

જો નવી કર વ્યવસ્થાની વાત કરવામાં આવે તો તેમાં રૂપિયા 4 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નથી. રૂપિયા 4 લાખથી રૂપિયા 8 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ છે. રૂપિયા 8 લાખથી રૂપિયા 12 લાખ સુધીની આવક પર 10 ટકા તથા રૂપિયા 12 લાખથી રૂપિયા 16 લાખ સુધી 15 ટકા ટેક્સ લાગી શકે છે.ત્યારબાદ સ્લેબમાં ટેક્સ દર વધારે વધી જાય છે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે ટેક્સ પૂરી આવક પર નહીં પણ અલગ-અલગ સ્લેબ પર અલગ-અલગ હિસ્સા પર લાગે છે.

20થી 30 ટકા સુધી ટેક્સ આપવો પડે છે

હવે વાત કરીએ 80 વર્ષથી વધારે ઉંમરના સુપર સીનિયર સિટીઝન વિશે. જૂની ટેક્સ સિસ્ટમમાં તેમની આવક રૂપિયા 5 લાખ સુધી કોઈ જ ટેક્સ લાગતો નથી. ત્યારબાદ આવક વધવા પર 20થી 30 ટકા સુધી ટેક્સ આપવો પડે છે. જ્યારે નવા ટેક્સ સિસ્ટમમાં રૂપિયા 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. રૂપિયા 3 લાખથી રૂપિયા 7 લાખ રૂપિયા સુધી 5 ટકા અને 7 લાખથી વધારે 10 લાખ સુધી પર 10 ટકા ટેક્સ લાગે છે.