LIC Scheme For Children: LICનો શાનદાર ચિલ્ડ્રન પ્લાન, દરરોજ માત્ર રૂ. 150નું રોકાણ કરવાથી રૂ. 19 લાખ પુરેપુરા મળશે

LICનો ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન બાળકોના ભવિષ્ય માટે દરરોજ ₹150ના રોકાણથી ₹19 લાખ સુધીનું ફંડ બનાવવાની તક આપે છે. આ યોજના 18, 20 અને 22 વર્ષે મની બેક અને 25 વર્ષે મેચ્યોરિટી પર બોનસ સાથે સુરક્ષા પૂરી પાડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 May 2026 04:09 PM (IST)Updated: Sat, 16 May 2026 04:09 PM (IST)
lic-scheme-for-children-life-insurance-corporation-of-india-investment-plan-for-child
AI Image

LIC Scheme For Children: અત્યારે કૂદકે અને ભૂસકે સતત વધતી જતી મોંઘવારીના કારણે બચત કરવી ખૂબ જ જરૂરી બની ગયું છે. એવામાં દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)માં નાના બાળકોથી માંડી, યુવાન અને સીનિયર સિટીઝન એટલે કે દરેક વયજૂથના લોકો માટે અલગ-અલગ સ્કીમ ઉપલબ્ધ છે. જેના બમ્પર ફાયદા પણ છે.

ખાસ કરીને LIC દ્વારા બાળકો માટે એક એકથી ચડિયાતી શાનદાર સ્કીમો ચલાવવામાં આવી રહી છે. જે પૈકી એક છે LIC ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન (LIC New Children Money Back Plan), જેમાં દરરોજ માત્ર 150 રૂપિયાનું રોકાણ કરીને 19 લાખ રૂપિયા સુધીનું ફંડ એકત્ર કરી શકાય છે.

 


ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન લઈને રૂ. 19 લાખ કેવી રીતે બનાવશો?

LIC દ્વારા આ સ્કીમ ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં બાળકના જન્મની સાથે જ રોકાણ કરવાનું શરૂ કરવામાં આવે, તો તે 18 વર્ષનો થાય તે સાથે જ પૈસા આવવાના શરૂ થઈ જાય છે.

એટલે કે તમારી અત્યારની નાની-નાની બચત બાળકના ઉચ્ચતર અભ્યાસની ચિંતા દૂર કરી શકે છે. આ એક નોન લિન્ક્ડ, પાર્ટિસિપેટિંગ પ્લાન છે, જેમાં તમે બાળકની ઉંમર પ્રમાણે 0 થી 12 વર્ષની વચ્ચે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.

આ માટે દરરોજ 150 રૂપિયા બચાવવાથી તમે મહિને 4500 રૂપિયા એકઠા કરી શકો છો, જે વર્ષે 55 હજાર રૂપિયા થાય છે. આ તમામ રકમ તમે LICની ન્યૂ ચિલ્ડ્રન મની બેક પૉલિસીમાં રોકાણ કરો છો, તો તેની મેચ્યોરિટી 25 વર્ષમાં તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ 14 લાખ રૂપિયા થશે. જેના પર બોનસ, મેચ્યુરિટી બેનિફિટ ઉમેરવામાં આવે,તો કુલ ફંડ 19 લાખ રૂપિયા થઈ જશે.

LICના આ પ્લાન અંતર્ગત સમયાંતરે ત્રણ વાર મની બેંક મળે છે. નિયમ મુજબ, તમારા બાળકના 18, 20 અને 22 વર્ષ થવા પર આ પૈસા મળશે, જે બેઝિક સમ એશ્યોર્ડના 20 ટકા હશે. જ્યારે બાળકના 25 વર્ષની વયે બાકી બચેલી 40 ટકા રકમ એક સાથે જ LIC દ્વારા બોનસ પેમેન્ટ સાથે જમા કરાવવામાં આવે છે.

તમારી સગવડ પ્રમાણે પેમેન્ટ કરી શકો છો

LIC ન્યૂ ચિલ્ડ્રન મને બેક પ્લાન નવજાત શિશુ અને નાના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય માટે સૌથી લોકપ્રિય સ્કીમ છે. LICની આ મની બેક પૉલિસીમાં પ્રીમિયમ પેમેન્ટના ઑપ્શન પણ પૉલિસી હોલ્ડરની સગવડ પ્રમાણે આપવામાં આવે છે. એટલે કે, તમે ઈચ્છો તો તેનું પેમેન્ટ મંથલી કરી શકો છો અથવા ત્રિ-માસિક, છ માસિક કે પછી વાર્ષિક પણ પ્રીમિયમ ભરી શકાય છે.

આ LIC યોજનામાં જોખમ કવરેજની વાત કરીએ તો, પૉલિસીધારક (માતા-પિતા)ના નિધન પર પ્રીમિયમ માફ કરવામાં આવે છે અને બાળકને સુરક્ષા મળતી રહે છે. હકીકતમાં આ પ્લાનની સાથે જ PWD રાઈડરની પસંદગી કરવાથી બાળકના વાલીના આકસ્મિક મૃત્યુ બાદ તેનું પ્રીમિયમ પમેન્ટ નથી કરવું પડતુ. આમ છતાં યોજનાના તમામ લાભ બાળકને આપવામાં આવે છે.