PM VBRY Employment Scheme:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી જૂન 2026ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સાંજે 5 વાગ્યે એક મહત્વના મોટા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VRRY) અંતર્ગત આશરે રૂપિયા 2,400 કરોડની પ્રોત્સાહન રકમની ફાળવણી કરશે.
આ યોજના ભારત સરકારની એક ખાસ પહેલ છે, જેનો સીધો ઉદ્દેશ દેશમાં નવી રોજગારીનું સર્જન કરવા, નોકરીઓનુી ફોર્મ્યુલા સ્વરૂપ આપવા તથા યુવાનોની કાર્યક્ષમતાને વધારવાનો છે. આ સાથે જ યોજનાનો લક્ષ્યાંક દરેક સેક્ટરના શ્રમિકો અંતર્ગત સામાજીક સુરક્ષાના ફાયદા પહોંચાડવાનો છે. આ યોજના મારફતે દેશભરમાં રૂપિયા 15 લાખ નવી રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે.
પહેલી નોકરી પર મળશે રૂપિયા 15000
આ યોજનાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે કર્મચારીઓ અને કંપનીઓ બન્નેને ફોર્મલ ઈકોનૉમી સાથે જોડવા પ્રોત્સાહન મળે.સ્કીમ અંતર્ગત પહેલી વખત નોકરી મેળવનાર યુવાનોને રૂપિયા 15000 સુધી પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે.જેથી પોતાના કરિયરની શરૂઆતમાં મોટી મદદ મળે છે. બીજી બાજુ જે કંપનીઓ પોતાને ત્યા નવી રોજગારી સર્જન કરે છે તેમણે દરેક નવા કર્મચારીઓ પર દર મહિને રૂપિયા 3000 સુધી ઈન્સેન્ટીવ આપવામાં આવે છે.
યુવાનોને મળશે ક્વોલિટી એમ્પ્લોઈમેન્ટ
યોજના અંતર્ગત સ્પષ્ટપણે સરકારના ઉચ્ચ સંકલ્પને દર્શાવે છે કે જ્યાં વિકાસનો સીધો સંબંધ રોજગારી સાથે છે. સરકાર એક એવા માહોલને તૈયાર કરવા ઈચ્છે છે કે જેથી દેશના આર્થિક વિકાસનો ફાયદો દેશના યુવાનોને મળે તથા તે માટે વધારે સારી તથા સુરક્ષિત નોકરીનો એક માર્ગ ખુલી શકે.
વર્ષમાં 3.5 કરોડ નોકરીનો લક્ષ્યાંક
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) ગયા વર્ષે 1 ઓગસ્ટ 2025થી લાગુ થઈ હતી. સરકારે આ પૂરી યોજના માટે રૂપિયા 99,446નું બજેટ નક્કી કર્યું હતું. તેનો મોટો લક્ષ્યાંક આગામી બે વર્ષમાં 3.5 કરોડથી વધારે રોજગારીની તકોનું સર્જન કરવાનું છે. વિશેષ વાત એ છે કે આ લાભાર્થીઓ પૈકી આશરે 1.92 કરોડ લોકો એવા છે કે જે પહેલી વખત વર્કફોર્સનો ભાગ બનશે.
