Telegram Ban In India: ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ લાગશે? આ છે કારણ, સરકારે શરૂ કરી તપાસ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 27 Aug 2024 12:04 PM (IST)Updated: Tue, 27 Aug 2024 12:04 PM (IST)
telegram-may-be-banned-in-india-company-being-probed-report-claims

Telegram Ban In India: સોશિયલ મીડિયા મેસેજીંગ એપ ટેલિગ્રામ (Telegram) ની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પ્લેટફોર્મના સીઈઓ પાવેલ ડુરોવ (Pavel Durov) ની ધરપકડ થઈ છે ત્યારે બીજી બાજુ ભારતમાં તેના પ્રતિબંધના સમાચાર સામે આવી રહ્યા છે.

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, ભારતે સરકારે ટેલિગ્રામ સામે તપાસ શરૂ કરી દીધી છે. જો વસ્તુઓ નિયમો પ્રમાણે નહીં હોય તો, તેના ભારતમાં પ્રતિબંધ થવાની સ્થિતિ બની શકે છે.

મની કંટ્રોલના એક રિપોર્ટ પ્રમાણે, ટેલિગ્રામ સામે ગેરવસૂલી અને જુગાર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ભારત સરકાર દ્વારા ગૃહ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeetY) દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે.

ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવની ફ્રાંસમાં ધરપકડ થતાં બીજા દિવસે જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સના OFMIN એ ટેલિગ્રામના CEOની છેતરપિંડી, ડ્રગ હેરફેર, સાયબરબુલિંગ, અપરાધ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરી છે.