BA Degree And AI Era:આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આ યુગમાં કામ કરવાની રીત સતત બદલાઈ રહી છે. આ દરમિયાન જ્યાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો છે ત્યારે BA જેવી પરંપરાગત ડિગ્રીના વેલ્યુ અંગે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હકીકતમાં દર વર્ષ બેચલર આર્ટ્સ (BA)માં સૌથી વધારે પ્રવેશ થતા હોય છે.આ ડિગ્રી પ્રાપ્ત કર્યાં બાદ AI જેવા સેક્ટરમાં જોબ મેળવવી મુશ્કેલ બને છે.
કારણ કે 40 ટકા કંપની હાઈબ્રિડ સ્કીલ એટલે કે ડિગ્રી સાથે AI ટૂલ્સની માહિતી ફરજિયાત માને છે. આ સંજોગોમાં હવે પ્રશ્ન એ થાય છે કે AIના આ યુગમાં B.A જેવી ગ્રેજ્યુએશનની ડિગ્રી બાદ શું કરવું. આ સંજોગોમાં ઉમેદવારો માટે જોબ મેળવવાનો કયો વિકલ્પ રહેતો હોય છે.
AIનો ઉપયોગ
નિષ્ણાતોનું માનવું છે કે BA જેવી પરંપરાગત ડિગ્રી વ્યર્થ નથી હોતી. જોકે તેનું સ્વરૂપ બદલવું પડશે. કંપનીઓ એવી આશા વ્યક્ત કરવા માગે છે કે જે તમારી ડિગ્રી સાથે નવી ટેકનોલોજી, ખાસ કરી AIનો ઉપયોગ કરે છે. કારણ કે નોકરીના સેક્ટરાં ફક્ત થિયરી અને રટણ કરતાં વિદ્યાર્થીઓની માંગ ઘટી રહી છે. આ સંજોગોમાં આ ડિગ્રી સાથે સાથે લાઈવ પ્રોજેક્ટ પર કામ કરે. AI ટૂલ્સ શીખે. તે ઉપરાંત સોફ્ટવેર અને વેબસાઈટ બનાવે.
આ સંજોગોમાં જેઓ BA અથવા અન્ય ડિગ્રી મેળવી રહ્યા છો તો શું કરવું?
- પહેલા અથવા બીજા વર્ષથી જ સ્કીલ ડેવલપમેન્ટ શરૂ કરો
- AI ટૂલ્સ શીખો
- લાઈવ પ્રોજેક્ટ્સ પર કામ કરો.
- ઈન્ટર્નશિપ કરો
- ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતો સમજો
આ ઉપરાંત જ્યારે તમારી ડિગ્રી પૂરી થઈ જાય ત્યારે ઈન્ટર્નશિપ કરો. પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ પર કામ કરો અને સ્થાનિક વ્યવસાયોની સમસ્યા AIથી ઉકેલ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે આગામી 3થી 5 વર્ષ સુધી ડિગ્રી જરૂરી બનશે. જોકે ભવિષ્યમાં સ્કીલ અને પ્રેક્ટિકલ કામ વધારે મહત્વના હશે. AIની મદદથી સામાન્ય વ્યક્તિની તુલનામાં અનેક ગણા વધારે ઉત્પાદક બનો.
