PPF Calculation: PPFમાં સાથે રૂપિયા 150000 દર વર્ષે રકમ જમા કરાવો તો પાકવા સમયે કેટલું ભંડોળ મળશે, જુઓ આ કેલક્યુલેશન

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં અત્યારે 7.1 ટકા વળતર મળે છે. નાણાં મંત્રાલય સમયાંતરે PPF વ્યાજ દરોની સમીક્ષા કરતાં હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 04 May 2026 11:05 PM (IST)Updated: Mon, 04 May 2026 11:05 PM (IST)
you-maker-lump-sum-annual-deposit-of-rs-150000-in-ppf-account-how-much-will-you-receive-on-maturity-understand-calculation

PPF Calculation:પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PPF લાંબા સમયથી ભારતમાં સુરક્ષિત તથા ટેક્સ ફ્રી વળતર આપનારી લોકપ્રિય રોકાણ યોજના પૈકીની એક યોજના છે. તેમાં રોકાણકારો દર વર્ષે એક નિશ્ચિત રકમ જમા કરી એક મોટું ફંડ તૈયાર કરી શકે છે.

જો તમે પણ દર વર્ષે મહત્તમ રૂપિયા 1,50,000ની રકમ એક સાથે જમા કરો છો તો 15 વર્ષે પાકવા સમયે કેટલું ભંડોળ એકત્રિત થશે અને વળતર મળશે. તે માહિતી અનેક લોકો માટે ખૂબ જ રસપ્રદ બાબત છે. ચાલો તેને લગતી ગણતરીને યોગ્ય રીતે સમજીએ

ભારત સરકારની લાંબાગાળાની બચત યોજના પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં અત્યારે 7.1 ટકા વળતર મળે છે. નાણાં મંત્રાલય સમયાંતરે PPF વ્યાજ દરોની સમીક્ષા કરતાં હોય છે. તેની પાકવાની અવધિ 15 વર્ષ છે. PPF અકાઉન્ટ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. એટલે કે તે એક કરતાં વધારે ખાતા ખોલાવી શકાતા નથી. તેમાં વાર્ષિક મહત્તમ 1.5 લાખ રકમ જમા કરાવી શકાય છે.

જો તમે નાણાકીય વર્ષની શરૂઆતના મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં રકમ જમા કરાવો છો તો સમગ્ર વર્ષનું વ્યાજ મળે છે. અહીં પણ પ્રયત્ન હોવો જોઈએ કે તે 5 તારીખ સુધીમાં જમા થાય.

જો તમે ધારો કે રૂપિયા 1,50,000 એપ્રિલ મહિનામાં જમા કરાવો છો તો 7.1 ટકા વ્યાજ પ્રમાણે PPF કેલક્યુલેશન પ્રમાણે મેચ્યોરિટી એટલે કે 15 વર્ષ બાદ તમારી પાસે કૂલ રૂપિયા 40,68,209 ફંડ હશે. તેમાં રૂપિયા 22,50,000 રોકાણની રકમ અને રૂપિયા 18,18,209 રોકાણ પર વળતરનો સમાવેશ થાય છે.