Female Health Worker Recruitment: ફીમેલ હેલ્થ વર્કરની 155 જગ્યાઓ માટે ભરતી જાહેર, 15 જૂનથી ઑનલાઈન અરજી કરી શકાશે

આ ભરતી માટેની પસંદગીની યાદી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવશે. જ્યારે સિલેક્ટ થયેલ ઉમેદવારને 5 વર્ષ સુધી 26 હજાર રૂપિયાનો ફિક્સ પગાર મળશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Jun 2026 08:44 PM (IST)Updated: Thu, 11 Jun 2026 08:44 PM (IST)
female-health-worker-recruitment-announced-for-155-posts-online-applications-can-be-made-from-june-15
HIGHLIGHTS
  • લાયક મહિલા ઉમેદવારોએ 29 જૂન સુધી અરજી કરવાની રહેશે

Female Health Worker Recruitment: સરકારી નોકરીની રાહ જોઈ રહેલી મહિલાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફીમેલ હેલ્થ વર્કરની ભરતી માટે નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવતી નગરપાલિકાઓમાં અર્બન હેલ્થ અંતર્ગત ફીમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની ખાલી પડેલી 155 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક મહિલા ઉમેદવારો પાસે ઑનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

29 જૂન સુધી ઑનલાઈન અરજી કરી શકાશે

આ ભરતી માટે ઈચ્છુક મહિલા ઉમેદવારોએ 'ઓજસ'ની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે આગામી 15 જૂન બપોરે 2 વાગ્યાથી 29 જૂન રાતે 12 વાગ્યા સુધી ઉમેદવારો અરજી કરી શકશે.

ઑનલાઈન અરજી કરતી વખતે ફોર્મમાં ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિના પ્રમાણપત્રો સહિતની વિગતો પ્રમાણપત્રો પ્રમાણે સાચી ભરવાની રહેશે. જો કોઈ વિગત ખોટી જણાશે, તો ઉમેદવારી રદ્દ થઈ શકે છે. આ ભરતી માટેની પસંદગીની યાદી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવશે.
જ્યારે સિલેક્ટ થયેલ ઉમેદવારને 5 વર્ષ સુધી 26 હજાર રૂપિયાનો ફિક્સ પગાર મળશે.

  • બિન અનામત (સામાન્ય): 17 જગ્યાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 15 જગ્યાઓ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 80 જગ્યાઓ
  • અનુસૂચિત જનજાતિ (ST): 43 જગ્યાઓ
  • માજી સૈનિકો માટે અનામત: 1 જગ્યાઓ

નોંધઃ ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલી વિગતવાર સૂચનાઓ અને જાહેરાતનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો. વધુ માહિતી અને અપડેટ્સ માટે ઉમેદવારોએ મંડળની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર નજર રાખવી.