GPSSB Recruitment 2026: સ્પર્ધાત્મક પરિક્ષા પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પશુધન નિરીક્ષક અને ગ્રામ સેવકની 612 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. જે માટે જીપીએસએસબી દ્વારા યોગ્ય લાયકાત ધરાવનારા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે, લાયક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે છે.
જો સામાન્ય વર્ગના ઉમેદવારમાંથી કોઈ ઉમેદવાર કોઈ કારણોસર માન્ય સમયમર્યાદામાં ઓનલાઈન અરજી ન કરી શકે તો તે 8થી 12 મે સુધીમાં જીપીએસએસબીના ગાંધીનગર કાર્યલયમાં 500 ફી જમા કરાવવી પડશે.
જગ્યાઓ:
- પશુધન નિરીક્ષક (લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર): 112
- ગ્રામ સેવક: 500
- છેલ્લી તારીખ: 07 મે 2026 (11:59)
- ઓફિશિયલ વેબસાઈટ: https://ojas.gujarat.gov.
- ફી અને વય: સામાન્ય વર્ગના ઉમેદવારોએ રુ.100 ફી ભરવાની રહેશે, SC,ST અને મહિલા મફત, ઉમેદવારોની વય 18થી 33 વર્ષ
લાયકાત:
- પશુધન નિરીક્ષક અને ગ્રામ સેવકની 612 પોસ્ટ માટે સરકારી યુનિવર્સિટીમાંથી 3 વર્ષનો ડિપ્લોમા
- ઉમેદવારે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
- હિન્દી અને ગુજરાતીની બંને વિષી જાણકારી હોવી જોઈએ.
કેવી રીતે કરવી અરજી:
- સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
- હોમપેજ પર "Current Advertisement" પર ક્લિક કરો
- પશુધન નિરીક્ષક અથવા ગ્રામ સેવકની પોસ્ટ સામે 'Apply Now' પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન/લોગિન: 'Apply with OTR' પસંદ કરો, અન્યથા 'Apply Now' પર ક્લિક કરો
- ફોર્મ ભરો: તમારી વ્યક્તિગત, શૈક્ષણિક, અને કેટેગરીની વિગતો સાવધાનીપૂર્વક ભરો.
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી JPG ફોર્મેટમાં અપલોડ કરો.
- અરજી ફી (જો લાગુ પડે તો) ઓનલાઇન SBI e-Pay દ્વારા ભરો.
- 'Confirm' બટન પર ક્લિક કરતા પહેલા તમામ વિગતો તપાસીને ફોર્મ સબમિટ કરો.
