Indian Navy Agniveer Apprentice: ભારતીય નેવીમાં અગ્નિવીર એપ્રેન્ટિસશિપ માટે અરજી મંગાવાઈ, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય કરો

ઈચ્છુક ઉમેદવારો 29 જૂન સુધી અરજી કરી શકશે, જે બાદ ફોર્મમાં સુધારો કરવા માટે સપ્તાહનો સમય આપવામાં આવશે. આ પોસ્ટ માટે તમામ વર્ગના ઉમેદવારો માટે 550 રૂપિયા પરીક્ષાની ફી રાખવામાં આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 04:22 PM (IST)Updated: Sat, 06 Jun 2026 04:22 PM (IST)
indian-navy-agniveer-apprenticeship-recruitment-job-notification-online-apply-before-29th-june
HIGHLIGHTS
  • ભારતીય નેવીમાં ફરજ બજાવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક
  • અરજી કરતાં પહેલા પરીક્ષાની પેટર્ન અને પાત્રતા જાણી લો

Indian Navy Agniveer Apprentice 2026: ભારતીય નેવીમાં અગ્નિવીર એપ્રેન્ટિસશિપની ખાલી જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવાર ઈન્ડિયન નેવીમાં અગ્નિવીર એપ્રેન્ટિસશિપના પદ પર નોકરી કરવા માંગતા હોય, તો તેમના માટે આ એક સોનેરી તક છે. આ પોસ્ટ માટે ઑનલાઈન અરજી શરૂ થઈ ચૂકી છે.

અરજી માટે 29 જૂન આખરી તારીખ, ફોર્મ સુધારવા માટે સમય મળશે

અગ્નિવીર એપ્રેન્ટિસશિપમાં ઈચ્છુક ઉમેદવારો આગામી 29 જૂન, 2026 સુધીમાં અરજી કરી શકે છે. એકવાર એપ્લાય કર્યાં બાદ ઉમેદવારોને ફોર્મમાં સુધારો એટલે કે કરેક્શન કરવા માટે તક આપવામાં આવશે. જે અંતર્ગત ઉમેદવારે 6 જુલાઈ,2026 સુધી સુધારો કરી શકશે.

શૈક્ષણિલ લાયકાત અને પરીક્ષા પેટર્નની વિગતો

ઈન્ડિયન નેવીમાં અગ્નિવીર એપ્રેન્ટિસશિપમાં અરજી કરવા માટે ઉમેદવારોને ભારતના કોઈ પણ માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 ઓછામાં ઓછા 50 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ.

જો એક્ઝામ પેટર્નની વાત કરીએ તો, લેખિત પરીક્ષામાં ઉમેદવારોને 100 માર્ક્સના પેપરમાં MCQ આધારિત 100 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવશે. લેખિત પરીક્ષાનો સમય 1 કલાકનો રહેશે, જેમાં ઉમેદવારોને જનરલ નૉલેજ, વિજ્ઞાન, ગણિત તેમજ કરન્ટ અફેર્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તેમજ ખોટો જવાબ આપવા પર નેગેટિવ માર્કિંગ મળશે. આ પરીક્ષામાં સફળ ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

કેવી રીતે એપ્લાય કરવું?

અગ્નિવીર એપ્રેન્ટિસશિપમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારોને 550 રૂપિયાની પરીક્ષા ફી ચૂકવવી પડશે. તેમજ ઉમેદવારો અહીં દર્શાવેલા સ્ટેપ્સને ફૉલો કરીને ઑનલાઈન અરજી કરી શકે છે.

  • અરજી કરવા માટે સૌ પ્રથમ ઑફિશિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જાવ
  • અહીં હોમ પેજ પર Register સેક્શન દેખાશે, ત્યાં ક્લિક કરો
  • હવે એક ફોર્મ ખુલી જશે, જેમાં માંગવામાં આવેલી વિગતો ધ્યાનથી ભરી દો
  • જે બાદ માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજોની સ્કેન કૉપીને અપલૉડ કરો
  • હવે નક્કી કરેલી પરીક્ષા ફીની ચૂકવણી કરો.
  • ફોર્મ ભરાયા બાદ છેલ્લે તેની પ્રિન્ટ આઉટ લઈને રાખો