દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પરિણામ LIVE: ભાજપ-આપના ઉમેદવાર વચ્ચે ભારે રસાકસી બાદ BJPએ બાજી મારી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 03:15 PM (IST)Updated: Mon, 12 Dec 2022 05:00 PM (IST)
devgadhbaria-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-bachubhai-khabad-bjp-vs-bharatsingh-vakhala-aap

દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Devgadhbaria Assembly Constituency Election Result 2022 Result) LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં BJP ઉમેદવાર બચુભાઈ ખાબડ 44,201 મતથી જીત્યા છે. આ વખતે ભાજપ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભાજપમાંથી બચુભાઈ ખાબડ, આપમાંથી ભારતસિંહ વાખળા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર બચુભાઈને એક લાખથી વધુ મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવારે પણ સારી ટક્કર આપી હતી. આપ ઉમેદવાર ભારતસિંહ વાખળા 69,326 મત મળ્યા હતા.

દેવગઢ બારિયા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ મળેલા મત
બચુભાઈ ખાબડ ભાજપ 1,13,527
ભારતસિંહ વાખળા આપ 69,326
ભીમસીંગ પટેલ અપક્ષ 1984
સામતસિંહ ચૌહાણ પ્રજા વિજય પક્ષ 5181

કેટલા ટકા મતદાન થયું
દેવગઢ બારિયા બેઠક પર 131025 પુરુષ અને 135137 મહિલા મતદારો તથા અન્ય 1 મળી કુલ 266163 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 72.76 ટકા મતદાન થયું છે.

દેવગઢ બારિયા બેઠકની રસપ્રદ વિગત
દેવગઢબારીયા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 134 નંબરની બેઠક છે. દેવગઢ બારિયા જિલ્લાનો મહત્વનો તાલુકો દેવગઢબારીયા દેવગઢ બારિયા લોકસભા બેઠકમાં આવે છે. દેવગઢબારીયામાં 86 જેટલા ગામો આવેલા છે.બારીયા રજવાડાની સ્થાપના વર્ષ 1782માં થઇ હતી. તેના શાસકો ખીંચી શાખાના ચૌહાણ વંશના હતા. આ તાલુકામાં ભૂખરા અને ગુલાબી રંગના ગ્રૅનાઇટ પથ્થરો, કપચી માટેના ક્વાર્ટઝાઇટ પથ્થરો, કૅલ્શાઇટ ચૂનાખડકો, ઈંટ અને નળિયાં માટેની માટી તથા થોડા પ્રમાણમાં ગ્રૅફાઇટ મળે છે. મુખ્ય પાકોમાં મકાઇ, ડાંગર, ઘઉં, ચણા, અડદ, મગ, તથા કઠોળ છે. તાલુકાની મુખ્ય નદી પાનમ છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 પુરુષ ઉમેદવારો અને 1 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા,તો ત્રણ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. દેવગઢ બારિયા બેઠક પર વર્ષ 2017માં કુલ 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 3 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. વર્ષ 2017માં દેવગઢ બારિયાના કોંગ્રેસના ભરતસિંહ વાખલા અને ભાજપના બચુભાઈ ખાબડ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ભાજપના બચુભાઈ ખાબડની જીત થઈ હતી.ભાજપના ઉમેદવાર બચુભાઇ ખાબડે કોંગ્રેસના ભરતસિંહ વાખલાને 59.26 વોટના માર્જીનથી હરાવ્યા હતા.