welcome to the jungle trailer release: બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નું સત્તાવાર ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. મનોરંજન અને હાસ્યના ડબલ ડોઝથી ભરપૂર આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. કોમેડી જગતના દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ દર્શકોને હસાવી-હસાવીને લોથપોથ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.
આ પણ વાંચો
19 વર્ષ પછી અક્ષય કુમારની ધમાકેદાર વાપસી
અહમદ ખાન દ્વારા દિગ્દર્શિત 'વેલકમ ટુ ધ જંગલ' એ પ્રખ્યાત કોમેડી ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ છે. આ સફર વર્ષ 2007માં આવેલી કલ્ટ હિટ ફિલ્મ 'વેલકમ'થી શરૂ થઈ હતી, જે આજે પણ લોકોની ઓલ-ટાઇમ ફેવરિટ છે. જોકે, 2015માં આ સીરીઝનો બીજો ભાગ 'વેલકમ બેક' રિલીઝ થયો હતો, પરંતુ તેમાં અક્ષય કુમાર જોવા મળ્યા નહોતા. હવે, લગભગ 19 વર્ષના લાંબા ગાળા પછી અક્ષય કુમાર ફરી એકવાર 'વેલકમ' બ્રહ્માંડમાં પાછા ફર્યા છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
શું છે ટ્રેલરની ખાસિયત?
ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાના બરાબર 15 દિવસ પહેલા આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. 4 મિનિટ અને 10 સેકન્ડનું આ લાંબુ ટ્રેલર શરૂઆતથી અંત સુધી કલ્ટ ક્લાસિક ફિલ્મોની યાદ અપાવે છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા પાત્રો જેવા કે: ઉદય શેટ્ટી અને મજનૂ ભાઈનું આઇકોનિક ચિત્ર, રવિના ટંડનનું મનોરંજક નાટક,જેકી શ્રોફની દમાદાર એન્ટ્રી આ દરેક દ્રશ્યો દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરે છે.
2000 કરોડ'ની ફિલ્મની અનોખી વાર્તા
ટ્રેલરની શરૂઆત 2000 કરોડ'ની ફિલ્મના શીર્ષક સાથે થાય છે. ફિલ્મની વાર્તા એક ફિલ્મની અંદર ચાલતા શૂટિંગ પર આધારિત છે. આ એક એવી ફિલ્મ બનવાની હોય છે જે એક્શનથી ભરપૂર દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણપણે કોમેડી છે. ફિલ્મમાં પરેશ રાવલ એક દિગ્દર્શકની ભૂમિકામાં છે અને રાજપાલ યાદવ તેમના સહાયક બન્યા છે.
વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ એક એવા ગામમાં થાય છે જ્યાં ડાકુઓનું રાજ છે. ડાકુના નેતા જેકી શ્રોફને એવો ભ્રમ થાય છે કે ગામમાં સાચી સેના આવી ગઈ છે. આ ગેરસમજને કારણે તેઓ પાછા ફરે છે અને ગામમાં આતંક મચાવે છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અક્ષય કુમાર અને તેમની ટીમ ડાકુઓ સામે કેવી રીતે બચાવ કરે છે, તે ખૂબ જ રમુજી રીતે દર્શાવવામાં આવ્યું છે.
દલેર મહેંદીનો ચોંકાવનારો જાદુ
આ ટ્રેલરનું સૌથી મોટું સરપ્રાઈઝ પ્રખ્યાત ગાયક દલેર મહેંદી છે. તેઓ આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ટ્રેલરમાં દલેર મહેંદીનો કોમિક ટાઇમિંગ એટલો અદભુત છે કે તેમણે અક્ષય કુમાર જેવા કોમેડી કિંગને પણ પાછળ છોડી દીધા છે. ફિલ્મનો દરેક સીન મનોરંજનની ગેરંટી આપે છે અને આ મહિને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે સજ્જ છે.
