અમદાવાદ મેડિસિટીમાં રૂ. 295 કરોડના ખર્ચે બનશે વર્લ્ડ ક્લાસ 'સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર': ઓલિમ્પિક 2036 માટે ગુજરાત સજ્જ

અમદાવાદ મેડિસિટી ખાતે રૂ. 295 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું 'સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર' સાકાર થશે. ઓલિમ્પિક ૨૦૩૬ને ધ્યાનમાં રાખી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોટો નિર્ણય

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 17 Jun 2026 03:30 PM (IST)Updated: Wed, 17 Jun 2026 03:30 PM (IST)
ahmedabad-medicity-spine-and-sports-injury-center-praful-pansheriya-olympics-2036

Spine And Sports Injury Center: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક અને દૂરોગામી નિર્ણય લીધો છે. અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. 295 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

આ પ્રોજેક્ટના આયોજન અને પ્રગતિ અંગે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

naidunia_image

2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક માટે ગુજરાત સજ્જ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે: "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયત્નોથી વર્ષ 2030માં કોમનવેલ્થ અને વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત સજ્જ થઈ રહ્યું છે. રમતવીરોને વૈશ્વિક સ્તરની તબીબી અને પુનર્વસન સુવિધાઓ રાજ્યમાં જ મળી રહે તે માટે આ વિશેષ સંકુલ આશીર્વાદરૂપ સાબિત થશે. આપણું લક્ષ્ય માત્ર સારવાર આપવાનું નથી, પરંતુ વર્તમાન અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરનું ગ્લોબલ હબ બનાવવાનું છે."

naidunia_image

પ્રસ્તાવિત સંકુલમાં કઈ આધુનિક સુવિધાઓ મળશે?

અમદાવાદ મેડિસિટીમાં સાકાર થનારા આ સેન્ટરમાં દર્દીઓ અને ખેલાડીઓ માટે તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવશે:

  • અદ્યતન સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ: જટિલ સ્પાઇન સર્જરી અને આધુનિક સાધનોથી સજ્જ વિશેષ કેન્દ્ર.
  • સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર: રમતવીરોને લાગતી નાની-મોટી ઇજાઓ માટે ઓન-સ્પોર્ટ અને વિશેષજ્ઞ સારવાર સુવિધા.
  • વર્લ્ડ ક્લાસ રિહેબિલિટેશન સેન્ટર: દર્દીઓ અને ખેલાડીઓને ઝડપથી સાજા (Recover) કરવા માટેનું આધુનિક પુનર્વસન કેન્દ્ર.
  • ગ્લોબલ રિસર્ચ સેન્ટર: સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું સંશોધન થાય તેવી વિશેષ વ્યવસ્થા.
  • શૈક્ષણિક કોલેજો: આ ક્ષેત્રમાં સુપર-સ્પેશિયાલિસ્ટ માનવબળ તૈયાર કરવા માટે અદ્યતન શૈક્ષણિક સુવિધાઓવાળી કોલેજોની સ્થાપના કરાશે.
naidunia_image

ગુજરાતના તબીબોની મોટી સિદ્ધિ

સમીક્ષા બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ ગુજરાતના તબીબોની પીઠ થાબડી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં સ્પાઈન સર્જરીમાં એકપણ ઇન્ફેકશનવાળો કેસ સામે આવ્યો નથી, જે મેડિકલ ક્ષેત્રે ગુજરાતની ગુણવત્તા દર્શાવે છે. આ બદલ મંત્રીશ્રીએ તમામ તબીબો અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

naidunia_image

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ PIUના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ પ્રોજેક્ટની સમય મર્યાદા નક્કી કરી ગુણવત્તાયુક્ત અને ઝડપી કામગીરી કરવા માટે કડક સૂચનાઓ આપી છે.