गांधीनगर में 225 तालुका पंचायत प्रमुखों का विशेष प्रशिक्षण सत्र: सशक्त होगा स्थानीय प्रशासन
गांधीनगर में मुख्यमंत्री और विधानसभा अध्यक्ष की अध्यक्षता में 225 तालुका पंचायत प्रमुखों के लिए विशेष प्रशिक्षण सत्र आयोजित होगा। इसमें नव-निर्वाचित प्रमुखों को पंचायती प्रशासन, सरकारी योजनाओं और लोक मुद्दों के त्वरित समाधान का मार्गदर्शन दिया जाएगा।
Gujarat News Today Live 31 August, 2026 : મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 9 વાગ્યે ગાંધીનગર ખાતે રાજ્યના 225 તાલુકા પંચાયત પ્રમુખો માટે વહીવટી સત્તા અને જવાબદારીઓ અંગેના વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા સંકુલમાં યોજાનારા આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા પ્રમુખોને પંચાયતી વહીવટ, સરકારી યોજનાઓનું અમલીકરણ અને લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણની પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે વહીવટી માળખાને વધુ કાર્યક્ષમ અને જવાબદેહ બનાવવાનો છે.

01 Sep 2026, 03:26 PM
જન્માષ્ટમીની રજાઓને કારણે અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં ભારે ધસારો
આગામી સાતમ-આઠમના તહેવારને પગલે અમદાવાદથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ તરફ જતી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રજાઓમાં વતન જતા લોકો અને સહેલાણીઓને કારણે ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની છે, જેમાં અમદાવાદ-જયપુર રૂટ પર સૌથી વધુ 72, ભોપાલ માટે 64 અને મુંબઈ માટે 60 વેઇટિંગ ચાલી રહ્યું છે. જમ્મુ તવી, હાવડા અને ગોવા સહિતના અન્ય રૂટ પર પણ વેઇટિંગ 50ને પાર થઈ ગયું છે. મુસાફરોના આ સતત વધતા ધસારાના કારણે અમદાવાદ-મુંબઈ રૂટની ટ્રેનોમાં ઓક્યુપન્સી 140 ટકા સુધી પહોંચી ગઈ છે.