LIVE BLOG

Gujarat News Today Live: તાલાલા ધારાસભ્ય ભગા બારડનો વધુ એક વીડિયો વાયરલ, મહિલા પર ઉશ્કેરાયા

Gujarat News Today Live 24 April, 2026: ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે, જેમાં કદવાર ગામની ભાજપની સભામાં એક મહિલા પર ઉશ્કેરાયા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. સભા દરમિયાન જ્યારે એક મહિલાએ પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી, ત્યારે ધારાસભ્ય ભગા બારડ સ્ટેજ છોડીને મહિલા પાસે પહોંચી ગયા હતા અને ઉશ્કેરાઈને તેને ધમકાવીને બોલતી બંધ કરી દીધી હતી. ગઈકાલે આહીર સમાજ સામેની ટિપ્પણી બાદ સતત બીજા દિવસે સામે આવેલા આ વિડિયોએ રાજકીય ગરમાવો વધાર્યો છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Fri, 24 Apr 2026 04:51 PM (IST)Updated: Fri, 24 Apr 2026 04:57 PM (IST)
gujarat-news-today-live-lb
24 Apr 2026, 04:57 PM

વેરાવળમાં રાજલ બારોટની બાઈક રેલી,રોડ શો

 ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ ડો.સંજયભ પરમાર ની ઉપસ્થિતિમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 ભારતીય જનતા પાર્ટીના સમર્થનમા રાજલ બારોટની બાઈક રેલી,રોડ શોનું આયોજન કરવામાં આવ્યું.

24 Apr 2026, 04:57 PM

ઉધના અને દાનાપુર વચ્ચે બે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે

મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે ઉધના અને દાનાપુર વચ્ચે બે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે.