Junagadh: તાજેતરમાં જ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા સરકારી અનાજમાં કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. આ મામલે પહેલી ઓગસ્ટના રોજ ગોપાલ ઈટાલિયા અનાજમાં ગોટાળા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. જો કે મામલતદાર દ્વારા તપાસની ખાતરી આપતાં ઈટાલિયાએ ધરણા પૂર્ણ કર્યાં હતા.એવામાં આજે ભાજપના મીડિયા કન્વિનરે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા તેમની જ પાર્ટીના કાર્યકર્તા ને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
આજે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા કન્વેનર ડૉ. યજ્ઞેશ દવેએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સરકારી અનાજની દુકાનમાંથી અનાજ બારોબાર સગેવગે થવાનો આક્ષેપ કરી વિસાવદર પોલીસ સ્ટેશન આગળ ઉપવાસ પર ઉતરવાની વાત કરી હતી. તેમણે સરકારી અનાજના જથ્થાની ચોરી થાય છે તે સંદર્ભે ગુન્હો દાખલ કરવા માંગ કરી હતી.
આ સંદર્ભે મામલતદારે ખાતરી પણ આપી હતી કે, ગુન્હો દાખલ કરવામાં આવશે. સરકાર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેની તપાસમાં જેતલવાડ ગામની અનાજની દુકાનનું લાઇસન્સ જે વ્યક્તિના નામે હતું અને તેમણે જે જથ્થો જેમના ઘરે રાખવામાં આવ્યો તે આમ આદમી પાર્ટીના મંત્રી રજાકભાઇ જુસફભાઇ પરમારના ઘરે રાખવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.
રજાકભાઇ જુસફભાઇ પરમાર ગોપાલ ઇટાલિયા સાથે જ ફરે છે એટલે પોતાની જ પાર્ટીના કાર્યકર્તાને બચાવવા આ કાર્ય કરી રહ્યા છે. ચોરી પકડાઇ છે, ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીકે જેઓ ચોરી સહિતના ઘણા મામલે કેસ ચાલે છે. આમ આદમી પાર્ટીના આ સંસ્કાર છે તેમની મંશા છે તેમની મોરસ ઓપરેન્ડી રહી છે કે, તેમના જ કાર્યકર્તા ચોરી કરે અને તેમના નેતા તેમનો પ્રચાર કરતા હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયાએ અનાજના જથ્થાની ચોરી થયાનો આક્ષેપ કરે છે પરંતુ તેઓ પહેલા તપાસ કરે તે તેમની પાર્ટીમા કેટલા ચોર છે? તેઓ જુએ કે જે વ્યકિતના ઘરેથી સરકારી અનાજનો જથ્થો પકડાયો તે તેમની પાર્ટીના જ કાર્યકર્તા હતા. જે તંત્ર સામે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે તે તંત્ર એ જ તેમની તાપાસમા તેમની પાર્ટીના કાર્યકર્તાની પોલ ખોલી છે. ગોપાલ ઇટાલિયા ઉપવાસ પર ઉતરવાની વાત કરી ત્યારે તેમના આમ આદમી પાર્ટીના મંત્રી રજાકભાઇ પરમાર ઉપસ્થિત હતા.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર કોઇ સરકારી અનાજમાં ચોરીના કિસ્સા બહાર નથી આવ્યા જે આવ્યા છે તે તમારી જ પાર્ટીના કાર્યકર્તા નીકળ્યા છે.
