Mehsana News: મહેસાણામાં બે સગી બહેનો પર દુષ્કર્મની ઘણી આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વિસનગરમાં રહેતી એક સગીરા અને તેની બહેન પર એક યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવક બંને બહેનોના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી કુકર્મ કરતો હતો. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
બંને બહેનો સાથે દુષ્કર્મની ઘટના
આ પણ વાંચો
મળતી વિગત અનુસાર, વિસનગરમાં રહેતી બંને બહેનો દુષ્કર્મનો ભોગ બની છે. ભોગ બનનારી 18 વર્ષીય યુવતી અને આરોપી બંને સતલાસણના હોવાથી ઓળખાણ થઈ. એક વાર યુવતી અભ્યાસ પૂર્ણ કરીને ઘર તરફ જતી હતી. તે દરમિયાન આરોપી યુવકે યુવતીને ગાડીમાં બેસવાનું કહ્યું હતું. યુવતી આરોપી યુવકને ઓળખતી હોવાથી તે ગાડીમાં બેસી ગઈ હતી.
યુવકે અશ્લિલ ફોટો પાડી લીધા
બંને વચ્ચે સારી ઓળખાણ થઈ હોવાથી યુવક નવીન ચૌધરી તેને ગાડીમાં શાળાથી બેસાડીને લઈ જતો હતો, એક દિવસ દરમિયાન યુવકે યુવતી સામે પ્રેમ સંબંધનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારે આ બાબતે યુવતીએ યુવકનો પ્રેમસંબંધ નકારી દીધો હતો. આથી રોષે ભરાયેલ યુવકે પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ યુવતીના ફોટો પાડી લીધા હતા.
યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
યુવકે યુવતીને ધમકી આપી કે, તે આ બાબતે કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ થઈ જશે. તે બાદ યુવતીના ડરનો લાભ ઉઠાવીને યુવકે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ઉપરાંત આરોપી નવીન યુવતીની સગીર બહેનને ગાડીમાં બેસાડીને લઈ જતો હતો. આ દ્રશ્ય યુવતીએ જોયું. જેથી યુવતીએ તેની સગીર બહેનને પૂછ્યું. ત્યારે સગીરાએ બહેન સામે કબૂલ્યું કે, આરોપી નવીને તેના અશ્લિલ ફોટો પાડીને દુષ્કર્મ કર્યું છે.
બંને બહેનોએ યુવક સાથે સંપર્ક તોડી નાખતા ગુસ્સે ભરાયેલા યુવકે ફોટો વાયરલ કરી દીધા હતા. આથી બંને બહેનોએ હિંમત દાખવીને વિસનગર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોીપ યુવક સામે પોક્સો સહિતના ગુનાઓ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
