Kutch News: કચ્છ જિલ્લામાં આતંકવાદી ગતિવિધિઓ અને ભારત વિરોધી પ્રવૃતિઓ કરનારા તત્ત્વોને ઝડપી પાડવા માટે સુરક્ષા એજન્સીઓ ખૂબ જ સક્રિયા બની છે, ત્યારે પશ્ચિમ કચ્છ એસઓજીએ ભુજ પંથકમાંથી આતંકી પ્રવૃતિથી પ્રભાવિત આરોપીને ઝડપી લીધો હતો. આરોપી દેશ વિરોધી પ્રવૃતિમાં સંકળાયેલો હોય જેથી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
ISISની વિચારધારા ધરાવતો આરોપી ઝડપાયો
મળતી વિગતો મુજબ, ભુજ તાલુકાના લોડાઈ ગામે રહેતા શખ્સ ફકીરમામદ ગગડા સોશિયલ મીડિયા પર ISISનો પ્રચાર અને દેશ વિરોધી કામગીરીમાં સક્રિય હતો,જેથી પોલીસે મેળવેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તપાસમાં નોંધ્યુ હતું કે, આરોપી યુવક સોશિયલ મીડિયા પર આતંકી ગ્રુપ ISISની સામગ્રીને શેર કરતો હતો. તેમજ દેશની સુરક્ષા જોખમાય તેવી પ્રવૃતિ કરી હતી.
કચ્છ SOGએ કરી કાર્યવાહી
આરોપીની ગંભીર બાબતોને નોંધીને પશ્ચિમ કચ્છ એસઓજીએ આરોપી ફકીકમામદ ગગડાની અટકાયત કરીને વધુ તપાસ આદરી છે, આરોપી કોઈ મોટા આતંકી સંગઠન સાથે સંકળાયેલ છે કે કેમ, તેમજ આરોપીના એકાઉન્ટ અને ડિવાઈસની તેજ તપાસ હાથ ધરવામાં આવી છે ISISની વિચારધારાનો પ્રચાર કરવા અંગે પોલીસે યુવક વિરુદ્ધ આગળ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના મોબાઈલની તપાસમાં ખુલાસો
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી ફકીરમામદ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ-અલગ ફેક આઈડી બનાવી સક્રિય હતો. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને 'ખિલાફત' અને 'જેહાદ' માટે ઉશ્કેરતો હતો. તેની પ્રવૃત્તિઓ દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા માટે ગંભીર જોખમ ઉભું કરી રહી હતી. "મોબાઇલ ચેકિંગ દરમિયાન મળી વાંધાજનક સામગ્રી"એસ.ઓ.જી.ની ટીમે જ્યારે આરોપીનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેમાંથી આતંકવાદી વિચારધારાને સમર્થન આપતી અને ભડકાઉ પોસ્ટ્સ સહિતની અનેક ગેરકાયદેસર સામગ્રી મળી આવી હતી.
