SMC bomb threat: સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળતા જ સમગ્ર તંત્રમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. બનાવની જાણ થતા હાલ કચેરીને ખાલી કરાવીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
સુરત મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મળતી માહિતી મુજબ સુરતમાં મહાનગર પાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યો હતો જે બાદ પોલીસ તંત્ર એકશનમાં આવ્યું હતું. હાલ મનપા કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ની ટીમ સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પાલિકાની કચેરી ખાતે પહોચ્યા હતા. હાલ મનપા કચેરીના પાર્કિંગ એરિયા,પરિસર તેમજ તમામ કચેરીમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
સમા વિસ્તારની શાળાને મળી ધમકી
સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ નવરચના સ્કૂલ પણ તપાસ માટે પહોંચી. જેમાં પોલીસે તપાસ કરતા કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બે વખત સ્કૂલને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો.
