USA-Iran Deal: મધ્ય-પૂર્વના ભૂ-રાજકીય સમીકરણોમાં એક મોટો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાની શરત પર સહમત થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની સંસદના સ્પીકર કલિબાફ દ્વારા આ કરાર પર મહોર મારવામાં આવતા વિશ્વમાં શાંતિની નવી આશા જન્મી છે.
શું છે આ ઐતિહાસિક સમજૂતીના મુખ્ય મુદ્દા?
અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને ઈરાની સંસદના સ્પીકર કલિબાફે આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
પરમાણુ મુક્ત ઈરાન: ઈરાને સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે તે પરમાણુ હથિયારો વિકસાવશે નહીં. ટ્રમ્પના મતે, આ વિશ્વ સુરક્ષા માટે એક મોટું પગલું છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યું: વૈશ્વિક તેલ પુરવઠા માટે નિર્ણાયક ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ હવે આંશિક રીતે ખુલી ગઈ છે અને શુક્રવાર સુધીમાં તે સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે.
ઓઇલના ભાવમાં ઘટાડો: કરારની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી છે, જ્યાં ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહત મળી છે.
'ત્રીજો સમૂહ સમજદાર અને મજબૂત': ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સફળતાનો શ્રેય ઈરાનના નેતૃત્વમાં આવેલા બદલાવને આપ્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે- અમે છેલ્લા કેટલાક દિવસોમાં તણાવપૂર્ણ સ્થિતિ જોઈ, પરંતુ અમને ઈરાનમાં એક નવો, સમજદાર અને મજબૂત નેતાગીરીનો સમૂહ જોવા મળ્યો જેની સાથે અમે વાતચીત કરી શક્યા. તેમણે વધુમાં ઉમેર્યું કે, સંઘર્ષ ટાળવા માટે આ એક આદર્શ માર્ગ છે.
#WATCH | Evian, France: At high-stakes meeting with French President Emmanuel Macron, US President Donald Trump says, "...The deal (US-Iran) is all signed and the Strait (of Hormuz) is already partially opened...Ships are starting to go out now and on Friday it will be completely… pic.twitter.com/urU8TW6M2U
— ANI (@ANI) June 15, 2026
મેક્રોંની ભૂમિકા અને યુક્રેન-રશિયા મુદ્દે સંકેત
આ શાંતિ પ્રયાસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંની મધ્યસ્થતાને ટ્રમ્પે બિરદાવી હતી. ટ્રમ્પે મેક્રોંનો આભાર માનતા કહ્યું કે, આ ડીલથી સમગ્ર વિશ્વને ફાયદો થશે. આ ઉપરાંત, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વિશે બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની સકારાત્મક વાતચીત થઈ છે અને ટૂંક સમયમાં ત્યાં પણ શાંતિની દિશામાં આગળ વધી શકાય છે.
