US Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે જાહેર કરાયેલા શાંતિ કરારમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા કરવામાં આવેલી $300 બિલિયનના વિશાળ ભંડોળની માંગને સદંતર નકારી કાઢી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, આવી કોઈ પણ આર્થિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી નથી.
પરમાણુ શસ્ત્રો અને ટ્રમ્પની પ્રતિક્રિયા જાણો
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા માટે સંમત થયું નથી. જોકે, વચગાળાના આ શાંતિ કરાર હેઠળ તેહરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય અંગે હજુ પણ સ્થિતિ અસ્પષ્ટ છે. ટ્રમ્પે ઈરાન દ્વારા કરવામાં આવેલા પુનર્નિર્માણ ભંડોળના દાવા પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના 'ટ્રુથ સોશિયલ' પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે, "અમેરિકા ઈરાનને $300 મિલિયન આપી રહ્યું છે તેવા સમાચાર ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવવામાં આવેલા ખોટા સમાચાર છે." નોંધનીય છે કે ઈરાની ન્યૂઝ એજન્સીએ $300 બિલિયનની વાત કરી હતી, જ્યારે ટ્રમ્પે તેમની પોસ્ટમાં $300 મિલિયનનો ઉલ્લેખ કર્યો છે.
Iran has agreed to never have a Nuclear Weapon! Also, the story that the U.S. is paying Iran 300 million Dollars is Fake News, put out by the Dumocrats!!! President DJT
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) June 15, 2026
( TS: Jun 15 2026, 7:17 PM ET )… pic.twitter.com/EctFxKcpPs
શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં હસ્તાક્ષરની તૈયારી
આ સમજૂતી કરાર (MoU) પર શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં હસ્તાક્ષર થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ઈરાન ચોક્કસ શરતો પૂર્ણ કરે, તો તેના ફ્રીઝ કરાયેલા ભંડોળને મુક્ત કરવા અને પ્રતિબંધો હળવા કરવા જેવી જોગવાઈઓ સામેલ હોઈ શકે છે. જોકે, સત્તાવાર દસ્તાવેજ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
યુએસના ચૂંટાયેલા ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ આ અઠવાડિયે કરારની નકલ પ્રકાશિત કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન તેની તમામ જવાબદારીઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તેમને એક પણ પૈસો આપવામાં આવશે નહીં. આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે શાંતિ કરાર પહેલા આર્થિક પેકેજને લઈને બંને દેશો વચ્ચે ખેંચતાણ ચાલુ છે.
