ઘરે બનાવો સ્વાદિષ્ટ ઇન્દોરી પોહા: જીરાવન મસાલા સાથે પરફેક્ટ રેસીપી

ઇન્દોરી પોહા મધ્યપ્રદેશનો લોકપ્રિય નાસ્તો છે, જે ઘરે સરળતાથી બનાવી શકાય છે. આ રેસીપીમાં જીરાવન મસાલા સહિત બજાર જેવો સ્વાદ મેળવવાની સંપૂર્ણ રીત આપેલી છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 12 Jun 2026 11:41 AM (IST)Updated: Fri, 12 Jun 2026 11:41 AM (IST)
quickindorepoharecipeforbreakfast
 indore-poha-recipe-for-breakfast

Indori Poha Recipe: ઇન્દોર અને ભોપાલ સહિત સમગ્ર મધ્યપ્રદેશમાં 'ઈન્દોરી પોહા' એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તેની ખરી મજા તેના ખાટા-મીઠા સ્વાદ, ખાસ જીરાવન મસાલા અને ઉપરથી ભભરાવવામાં આવતી સેવ-દાડમના દાણામાં છે. ઘણીવાર લોકો ઘરે ઈન્દોરી પોહા બનાવવામાં ભૂલ કરે છે, પણ જો તમે યોગ્ય રીત અપનાવશો તો બજાર જેવો જ ટેસ્ટ મિનિટોમાં ઘરે મળી જશે. ચાલો જાણીએ ઘરે જ બજાર જેવા ટેસ્ટી ઈન્દોરી પોહા બનાવવાની એકદમ સરળ અને પરફેક્ટ રેસીપી:

 

જરૂરી સામગ્રી


  • ૨ કપ જાડા પોહા
  • ૧ બારીક સમારેલી ડુંગળી
  • ૧/૪ કપ શેકેલી મગફળી
  • ૫-૬ કઢી પત્તા
  • લીંબુ
  • દાડમના દાણા
  • મગફળી
  • ઝીણી સેવ
  • કોથમીર
  • તેલ
  • રાઈ
  • જીરું
  • હળદર
  • વરિયાળી
  • જીરું
  • તજનો ટુકડો
  • કાળા મરી
  • લવિંગ
  • તમાલપત્ર
  • જાયફળ
  • સૂંઠ પાઉડર
  • આમચૂર પાઉડર
  • સંચળ
  • લાલ મરચું
  • હિંગ અને ખાંડ

બનાવવાની સરળ રીત


  • સૌ પ્રથમ, પોહાને એક ચાળણીમાં લો અને પાણીથી બરાબર ધોઈ લો.
  • તેનું બધું જ વધારાનું પાણી નિતારી લો અને પોહાને 10-15 મિનિટ માટે બાજુ પર રહેવા દો જેથી તે સરસ સોફ્ટ થઈ જાય.
  • હવે એક પેનમાં વરિયાળી, જીરું, આખા ધાણા, તજ, કાળા મરી, લવિંગ, તમાલપત્ર અને જાયફળને ધીમા તાપે ડ્રાય શેકી લો.
  • મસાલા ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં લો. તેમાં આમચૂર પાવડર, સંચળ, તીખું અને કાશ્મીરી લાલ મરચું, હિંગ, સૂંઠ પાવડર અને થોડી ખાંડ ઉમેરીને પાવડર પીસી લો.
  • ઇન્દોરી પોહાનો જીવ ગણાતો જીરાવન મસાલો તૈયાર છે.
  • પછી પલાળેલા પોહામાં થોડી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી હળવા હાથે મિક્સ કરો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, વરિયાળી, કઢી પત્તા, લીલા મરચાં અને હિંગનો વઘાર કરો. આ વઘારને પોહા પર રેડીને બરાબર મિક્સ કરી લો.
  • ઇન્દોરી પોહા ક્યારેય સીધા કડાઈમાં પકાવાતા નથી. એક મોટા વાસણમાં પાણી ઉકાળો અને તેના પર પોહાવાળી ચાળણી મૂકીને તેને વરાળથી ૫-૭ મિનિટ માટે બાફી લો.
  • આનાથી પોહા એકદમ સોફ્ટ અને ગરમાગરમ રહેશે.
  • તૈયાર થયેલા ગરમાગરમ પોહાને પ્લેટમાં કાઢો. તેની ઉપર તૈયાર કરેલો જીરાવન મસાલો ભભરાવો.
  • ત્યારબાદ તેના પર લીંબુનો રસ, સમારેલી કાચી ડુંગળી, શેકેલી મગફળી, દાડમના દાણા, લીલી કોથમીર અને ઢગલાબંધ ઇન્દોરી સેવ અથવા રતલામી સેવ નાખીને ગરમાગરમ જલેબી સાથે સર્વ કરો.