Indian Railway: વૃદ્ધ માતા પિતા માટે કન્ફર્મ લોઅર બર્થની ટિકિટ નથી મળતી ? ઓનલાઈન ટિકિટ બુકિંગ કરતી વખતે આટલું ધ્યાન રાખો

વૃદ્ધ માતા પિતાને મુસાફરી દરમિયાન ટ્રેનમાં જો ઉપરની સીટ મળે તો ચડવા ઉતરવામાં સમસ્યા આવે છે. પરંતુ અનેકવાર એવું બને છે કે લોઅર બર્થની ટિકિટ કન્ફર્મ થતી નથી. શું કરશો, જાણો

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 25 Sep 2024 04:59 PM (IST)Updated: Wed, 25 Sep 2024 05:08 PM (IST)
how-to-book-online-confirm-lower-berth-train-ticket-for-parents

Tips For Booking Lower Berth: અનેક લોકોને સમસ્યા હોય છે કે બુકિંગ કરતી વખતે સાચી બર્થ નાખ્યા બાદ પણ સીટ મળતી નથી. સમસ્યા તો ત્યારે સર્જાય છે જ્યારે વૃદ્ધ માતા પિતા સાથે હોય છે. જો તમને પણ ઓનલાઈન ટિકિટ બુક કરતાં સમયે નીચેની સીટ નથી મળતી તો આ લેખ તમારા માટે છે.

ઓનલાઈન બુકિંગ સમયે લોઅર બર્થ કેવી રીતે મળશે ? (Booking Confirm Lower Berth)

  • સૌથી પહેલા તો તમે ટિકિટ બુક કરાવતી સમયે લોઅર બર્થ (L) સિલેક્ટ કરો.
  • સીટ સિલેક્ટ કર્યા બાદ માતા પિતાની સાચી ઉંમર નાખવી ખૂબ જરુરી છે. જો તમે ઉંમર નહિ નાખો તો નીચેની સીટ મળવી મુશ્કેલ છે.
  • બાકીની માહિતી ભર્યા બાદ તમારી સામે એક વિકલ્પ આવશે ‘Book only if at least lower berth is allotted'
  • જો તમે આ વિકલ્પ પસંદ કરશો તો જો નીચેની સીટ નહિ હોય તો તમારી ટિકિટ બુક જ નહિ થાય અને તમારા પૈસા પણ બચી જશે.
naidunia_image

સીનિયર સીટિઝન માટે રિઝર્વ લોઅર બર્થ (Lower berth reservation)

ભારતીય રેલવે સીનિયર સીટિઝન માટે 60 વર્ષથી મોટી ઉંમરના પુરુષ અને 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા માટે નીચેની સીટ આરક્ષિત રાખે છે.

કન્ફર્મ લોઅર બર્થ નથી મળી તો શું કરશો

આવી સ્થિતિમાં તમે રેલવેના ટીટીઈ સાથે વાત કરીને કોઈ નીચેની સીટ ખાલી હોય તો ઉપલબ્ધ સીટ મેળવી શકો છો.