VIRAL VIDEO: થોડા સમય અગાઉ મેરઠમાં મુસ્કાન નામની યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની ક્રૂર હત્યા કર્યાં બાદ તેની લાશને વાદળી ડ્રમમાં છૂપાવી રાખવાનો બનાવ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના બાદ વાદળી કલરનું ડ્રમ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું હતુ. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વાદળી રંગના ડ્રેમને લઈને ડરના હાવભાવ સાથે તો કોઈ મજાકના અંદાજમાં રીલ્સ અને મીમ્સ બનાવીને વાયરલ કરવા લાગ્યા હતા. એવામાં હમીરપુરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાના મિત્રો સ્ટેજ પર જઈને નવપરિણીત યુગલને ગિફ્ટમાં વાદળી રંગનું ડ્રમ આપતા જોવા મળી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નના મંડપમાં વર અને કન્યા ઉભા રહ્યાં છે. આ સમયે લગ્નગીતો ગવાઈ રહ્યા છે અને એક પછી એક મહેમાનો આવીને વર-કન્યા સાથે તસવીરો પડાવી રહ્યાં છે.
यह कौन सा प्रचलन है समाज में ?: उत्तर प्रदेश के जिला हमीरपुर में शादी के दौरान दोस्तों ने दूल्हा–दुल्हन को "नीला ड्रम" गिफ्ट किया ! @chandan_stp @Brijesh77956738 #Hamirpur #BlueDrum #earthquake #ThalapathyVijay #DegreesofLewdity #Ethereum #RutoMustGo #Sundowns #rrvcsk pic.twitter.com/BjsTe40eMz
— Rohitash Mahur Lodheshwar (@MahurRohitash) April 19, 2025
થોડા સમય બાદ વરરાજાના મિત્રો પોતાના હાથમાં વાદળી રંગનું મોટું ડ્રમ લઈને સ્ટેજ ઉપર ચડે છે. જેને જોઈને વરરાજાના પરસેવા છૂટી જાય છે, તો બીજી તરફ કન્યા પણ મંદ-મંદ મલકાઈ ઉઠે છે. જ્યારે લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત સૌ કોઈ મહેમાનો પણ વાદળી રંગના ડ્ર્મને સ્ટેજ ઉપર જોઈને ચોંકી ઉઠે છે. વાદળી ડ્રમ ગિફ્ટ આપતી વખતે મિત્રો વર-કન્યા સાથે હસતા-હસતા તસવીરો પણ પડાવે છે. આ સમયે એક મિત્ર કન્યાને કહે પણ છે કે, ભાભી આ ડ્રમ રાખી લો, ભવિષ્યમાં કામમાં આવશે.
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ તરેહ-તરેહની કૉમેન્ટો કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું કે, મેરઠ કાંડની યાદો તાજી થઈ ગઈ. તો અનેક લોકોએ આ કૃત્યને અસંવેદનશીલ પણ ગણાવ્યું હતુ.
