IIT પાસઆઉટ અને ડિવોર્સી યુવકની અજીબ માંગ: પત્ની તરીકે જોઈએ છે 'વર્જિન બ્રાહ્મણ કન્યા', સોશિયલ મીડિયા પર લોકોએ લીધો આડેહાથ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Reddit' પર એક યુઝરે આ મેટ્રિમોનિયલ પ્રોફાઈલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 24 Apr 2026 08:17 AM (IST)Updated: Fri, 24 Apr 2026 08:17 AM (IST)
strange-demand-of-iit-passout-and-divorced-youth-wants-virgin-brahmin-girl-as-wife-people-react-on-social-media

Viral News: ઈન્ટરનેટ પર મેટ્રિમોનિયલ પ્રોફાઈલ અને જીવનસાથી માટેની જાહેરાતો ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. પરંતુ હાલમાં એક 'IIT એજ્યુકેટેડ' યુવકની પત્ની માટેની માંગણીઓએ સોશિયલ મીડિયા પર વિવાદ છેડી દીધો છે. પોતે છૂટાછેડા લીધેલા (Divorced) હોવા છતાં, યુવકે પત્ની તરીકે 'વર્જિન બ્રાહ્મણ કન્યા'ની શરત મુકતા લોકો તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Reddit' પર એક યુઝરે આ મેટ્રિમોનિયલ પ્રોફાઈલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ જાહેરાતમાં યુવકે પોતાની શૈક્ષણિક લાયકાત અને કૌટુંબિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો છે. તે IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ભણેલો છે અને હાલમાં સારી કંપનીમાં ઊંચા પગારે નોકરી કરે છે. જોકે, તેણે પોતાની ભાવિ પત્ની માટે જે શરતો મૂકી છે તેનાથી યુઝર્સ રોષે ભરાયા છે.

યુવકે સ્પષ્ટપણે લખ્યું છે કે, તેને એવી જ કન્યા જોઈએ છે જે 'વર્જિન' હોય. નવાઈની વાત એ છે કે યુવક પોતે ડિવોર્સી છે. તેણે કન્યા 'બ્રાહ્મણ' જ હોવી જોઈએ તેવી કડક શરત મૂકી છે. યુવકે પોતાની પ્રોફાઈલમાં IIT ના ટેગનો એટલો ઉપયોગ કર્યો છે કે જાણે તે તેની સૌથી મોટી સિદ્ધિ હોય.

નેટીઝન્સનો રોષ અને ટ્રોલીંગ

આ જાહેરાત વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને 'પિતૃસત્તાક માનસિકતા' અને 'દંભ' ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું, "શિક્ષણ તમને ડિગ્રી આપી શકે છે, પણ સંસ્કાર અને બુદ્ધિ નહીં. પોતે ડિવોર્સી થઈને વર્જિનિટીની માંગ કરવી એ મૂર્ખામી છે." બીજા એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું, "IIT માંથી ભણ્યા પછી પણ જો તમારી વિચારધારા આટલી સંકુચિત હોય, તો એ શિક્ષણનો કોઈ અર્થ નથી." ઘણા લોકોએ તેને 'હાઈ-પ્રોફાઈલ પાખંડી' ગણાવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર લગ્ન બજારમાં પ્રવર્તતા જ્ઞાતિવાદ અને સ્ત્રીઓ પ્રત્યેના બેવડા ધોરણો પર ચર્ચા જગાવી છે.