Guru Nakshatra Parivartan: ગુરુના નક્ષત્ર પરિવર્તનથી 5 ભાગ્યશાળી રાશિઓને મળશે બમ્પર લાભ, 18 જૂનથી અધૂરા કામ પતશે

મેષથી માંડીને કન્યા રાશિના જાતકો પર ગુરુના પુષ્ય નક્ષત્રની ઊંડી અસર જોવા મળશે. આ 5 રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jun 2026 03:47 PM (IST)Updated: Wed, 17 Jun 2026 03:47 PM (IST)
guru-nakshatra-parivartan-jupiters-nakshatra-change-bring-bumper-benefits-to-5-lucky-zodiac-signs-from-june-18
HIGHLIGHTS
  • જ્ઞાન અને આધ્યાત્મના કારક ગુરુ ગ્રહ નક્ષત્રોના રાજા ગણાતા પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે

Guru Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય અને આધ્યાત્મના કારક માનવામાં આવે છે. આવતીકાલે એટલે કે 18 જૂન, 2026ના ગુરુવારના રોજ ગુરુ અત્યંત શુભ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે, જે પોષણ અને સ્થિરતાનું પ્રતિક છે.

જ્યારે જ્ઞાનના કારણ ગુરુ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરે છે, તો તે સમય જાતકોને કરિયર અને શિક્ષણમાં નવી ઊંચાઈઓ સર કરાવશે. આટલું જ નહીં, જાતકોને જીવનનો પાયો મજબૂત કરવા માટે પણ આ શ્રેષ્ઠ સમય છે. તો ચાલો જાણીતા એસ્ટ્રોલૉજર આનંદ સાગર પાસેથી જાણીએ કે, ગુરુનું નક્ષત્ર ગોચર કંઈ 6 રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે.

મેષ રાશિફળ (Aries Horoscope): ગુરુ તમારા ચોથા ભાવ, જે ઘર અને સુખનું ગણાય છે, તેને સક્રિય કરી રહ્યું છે. આ દરમિયાન પરિવાર સાથે વીતાવેલી ક્ષણ આપના મનને શાંતિ આપશે. ઘરમાં ખુશહાલી જળવાઈ રહેશે. સંપત્તિ સાથે સંકળાયેલા કાર્યો કોઈ પણ અડચણ વિના પૂરા થવાના યોગ બની રહ્યા છે.

ઉપાયઃ માતા-પિતાનું સન્માન કરો અને દરરોજ તેમના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરો.

વૃષભ રાશિફળ (Taurus Horoscope): ગુરુ તમારી કુંડળીના સાહસના ગણાતા ત્રીજા ભાવમાં છે. આથી આ સમય તમારી વાતચીત કરવાની રીતને વધારે પ્રભાવશાળી બનાવશે. તમે લક્ષ્યોને સિદ્ધ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશો. જે તમને સફળતા અપવાશે. મનગમતો પ્રવાસ તેમજ નવા લોકો સાથેની મુલાકાત પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે.

ઉપાયઃ કામને કાલ પર છોડવાની આદત ટાળો અને લક્ષ્યો પ્રત્યે એકદમ દ્રઢ રહો.

મિથુન રાશિફળ (Gemini Horoscope): ગુરુ તમારા બીજા ભાવમાં ગોચર કરે છે, જે ધન અને કુટુંબનું સ્થાન ગણાય છે. એવામાં ગુરુનું ગોચર તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે.આગોતરું આયોજન આપને ધન પ્રાપ્તિ કરાવશે. જૂની બીમારીઓથી રાહત મળશે

ઉપાયઃ બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને બચત કરવી હિતાવહ રહેશે.

કર્ક રાશિફળ (Cancer Horoscope): ગુરુ તમારી જ રાશિમાં ગોચર કરવાના છે. જેથી તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે લીધેલા નિર્ણય સરાહનીય બનશે. જાતકો જીવનમાં સકારાત્મક પરિવર્તન જોઈ શકશે. મૂડી રોકાણ માટે ઉચિત નિર્ણય લઈ શકશો.મહેનતથી અનુકૂળ પરિણામો મળશે

ઉપાયઃ ભગવાન વિષ્ણુની આરાધના કરો. વ્યવહારમાં વિનમ્રતા જાળવી રાખો.

સિંહ રાશિફળ (Leo Horoscope): ગુરુ તમારા દ્વાદશ ભાવમાં પ્રવેશ કરવાના છે. આથી આવનારો સમય આત્મચિંતન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ રહેશે. ધાર્મિક કામ પ્રત્યે તમારી રૂચિ વધશે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ઉધાર આપેલા પૈસા પાછા મળશે. ઇચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરી શકો છો. પડકાર સ્વીકારવા માટે માનસિક રીતે મજબૂત બનો.

ઉપાયઃ ખાવા-પીવામાં ધ્યાન રાખવું હિતાવહ રહેશે. નિયમિત ધ્યાન ધરો.

કન્યા રાશિફળ (Virgo Horoscope): ગુરુ તમારા એકાદશ ભાવમાં ગોચર કરશે, જે લાભનું સ્થાન છે. આથી આવનારો સમય તમારા માટે અત્યંત લાભકારી સિદ્ધ થવાનો છે. નોકરિયાતોને ઉપરી વર્ગથી મનમેળ સારો રહે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થવાના યોગ બનશે. પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળશે

ઉપાયઃ અન્યોને મદદરૂપ થવામાં પીછેહઠ ના કરશો. ક્રોધને કાબુમાં રાખવો હિતાવહ રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.