IND vs AFG Live Streaming: ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો લાઇવ ટેલિકાસ્ટની વિગતો

હાલમાં ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સિરીઝ ચાલી રહી છે. ત્યારે આ લેખમાં જાણી લો ભારત-અફઘાનિસ્તાન બીજી વનડે મેચ ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 16 Jun 2026 03:01 PM (IST)Updated: Tue, 16 Jun 2026 03:01 PM (IST)
ind-vs-afg-2nd-odi-live-streaming-when-and-where-to-watch-india-vs-afghanistan-match-time-live-telecast-tv-channel-app-and-youtube

IND vs AFG 2nd ODI Live Streaming: હાલમાં ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સિરીઝ ચાલી રહી છે. ધર્મશાળામાં વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી જીત મેળવી હતી. ત્યારે હવે આ સિરીઝની બીજી મેચ 17 જૂનના રોજ રમાવાની છે. ત્યારે આ લેખમાં જાણી લો ભારત-અફઘાનિસ્તાન બીજી વનડે મેચ ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.

India vs Afghanistan 2nd ODI: ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચ ક્યારે રમાશે?

ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચ 17 જૂન 2026 બુધવારના રોજ રમાશે.

India vs Afghanistan 2nd ODI: ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચ ક્યાં રમાશે?

ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

India vs Afghanistan 2nd ODI: ભારત vs અફઘાનિસ્તાન વચ્ચેની મેચ કેટલા વાગ્યાથી રમાશે?

ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે મેચ શરૂ થશે. ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.

India vs Afghanistan 2nd ODI: ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?

ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ફેન્સ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ થશે.

India vs Afghanistan 2nd ODI: ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફેન્સ માટે JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

India vs Afghanistan 2nd ODI: હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી વનડે ક્રિકેટમાં કુલ 5 મુકાબલા રમાયા છે. આ પાંચેય મુકાબલામાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 મેચોમાં જીત મેળવી છે, જ્યારે એક મેચ ટાઇ રહી હતી. નોંધનીય બાબત એ છે કે અફઘાનિસ્તાન આજે સુધી વનડે ક્રિકેટમાં ભારત સામે એકપણ જીત નોંધાવવામાં સફળ થયું નથી.

India vs Afghanistan 2nd ODI: ભારત અને અફઘાનિસ્તાનની ટીમો

ભારતીય ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ (c), યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ.

ઓસ્ટ્રેલિયન ટીમ: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, હશમતુલ્લાહ શાહિદી(c), રહમત શાહ, ઈકરામ અલીખિલ(wk), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રશીદ ખાન, નાંગેયાલિયા ખરોતી, એએમ ગઝનફર, બિલાલ સામી, દરવેશ રસૂલી, ફરીદ અહમદ મલિક, ઝિયા ઉર રહેમાન શરીફી.