Team India Squad Announcement: અફઘાનિસ્તાન સામે જૂન મહિનામાં રમાનારી એકમાત્ર ટેસ્ટ અને 3 મેચોની વનડે ઇન્ટરનેશનલ સિરીઝ માટે આજે એટલે કે મંગળવાર, 19 મેના રોજ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. આ અંગે ગુવાહાટીમાં પસંદગીકારોની (Selectors) એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. IPL 2026 પૂરી થયાના તરત બાદ જ આ હોમ સિરીઝ શરૂ થવાની છે. અહેવાલો અનુસાર, કેટલાક ખેલાડીઓની ફિટનેસની સમસ્યાને કારણે વનડે ટીમની જાહેરાત પછીથી પણ થઈ શકે છે. જોકે, ટેસ્ટ ટીમની સત્તાવાર જાહેરાત આજે જ થવાની પૂરી સંભાવના છે.
IPL 2026 બાદ તરત જ ઇન્ટરનેશનલ ક્રિકેટનો રોમાંચ
આ પણ વાંચો
IPL 2026ની ફાઇનલ મેચ 31 મેના રોજ રમાશે અને તેના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ભારતીય ખેલાડીઓ ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત થઈ જશે. અફઘાનિસ્તાન સામેની આ એકમાત્ર ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ભાગ નથી, તેમ છતાં પસંદગીકારો મોટાભાગના સિનિયર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપી શકે છે. આ સિરીઝમાં શુભમન ગિલ ટીમની કમાન સંભાળે તેવી પ્રબળ શક્યતા છે.
ભારતની સંભવિત ટેસ્ટ ટીમ
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, સાઈ સુદર્શન, રવિન્દ્ર જાડેજા, નિતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને આકિબ નબી ડાર.
વનડે ટીમમાં નવા ચહેરાઓને મળી શકે છે તક
ટેસ્ટ મેચ બાદ 14 જૂનથી 3 મેચોની વનડે સિરીઝ રમાશે. વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે, જેને કારણે IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર પ્રિન્સ યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે. વળી, ઋષભ પંતના સ્થાને ઈશાન કિશન અથવા સંજુ સેમસનને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવા અંગે વિચારણા થઈ શકે છે.
ભારતની સંભવિત વનડે ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને પ્રિન્સ યાદવ.
અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ
- એકમાત્ર ટેસ્ટ મેચ: 6 જૂનથી, ન્યૂ ચંદીગઢ (સવારે 9:30 વાગ્યાથી)
- પહેલી વનડે મેચ: 14 જૂન, ધર્મશાલા (બપોરે 1:30 વાગ્યાથી)
- બીજી વનડે મેચ: 17 જૂન, લખનૌ (બપોરે 1:30 વાગ્યાથી)
- ત્રીજી વનડે મેચ: 20 જૂન, ચેન્નાઈ (બપોરે 1:30 વાગ્યાથી)
