Lanka Premier League:અમેરિકન કંપની પાસેથી મળ્યું કરોડોનું ફંડિંગ,લંકા પ્રીમિયર લીગમાં 20 મિલિયન ડોલરનું રોકાણ થશે

આ પગલું IPG અને તેનું મેનેજમેન્ટ કરતી લીગ માટે એક મહત્વૂપર્ણ વળાંક સમાન છે, જે તેને મોટા પાયે કામ કરવા બનેલા એક સરકારી વહીવટી માળખામાં લઈ આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 15 Jun 2026 10:25 PM (IST)Updated: Mon, 15 Jun 2026 10:25 PM (IST)
what-are-you-doing-here-in-the-open-two-fake-policemen-caught-trying-to-extort-rs-50000

Lanka Premier League:લંકા પ્રીમિયર લીગ (LPL) ની છઠ્ઠી સીઝન 10 જુલાઈથી શરૂ થશે અને એની બરોબર અગાઉ લીગને મોટું નાણાકીય પ્રોત્સાહન મળ્યું છે. LPLનાં પ્રમોટર ઇનોવેટિવ પ્રોડક્શન ગ્રૂપ FZ, LLC (“IPG”)ને અમેરિકાની એક લિસ્ટેડ કંપની પાસેથી અનેક મિલિયન ડૉલરનું ફંડ મળ્યું છે.IPGએ ફ્લેશ સ્પોર્ટ્સ એન્ડ મીડિયા ઇન્ક (ફ્લેશ)ની સાથે પોતાનું વ્યૂહાત્મક ઑલ-સ્ટોક મર્જર પૂરું કર્યું છે, જેથી LPL સહિત T20 લીગના વાણિજ્યિક અધિકારોનો તેનો પોર્ટફોલિયો નાસ્ડેક-લિસ્ટેડ પ્લેટફોર્મ UGRO (NASDAQ: UGRO)ને મળી ગયો છે.

આ પગલું IPG અને તેનું મેનેજમેન્ટ કરતી લીગ માટે એક મહત્વૂપર્ણ વળાંક સમાન છે, જે તેને મોટા પાયે કામ કરવા બનેલા એક સરકારી વહીવટી માળખામાં લઈ આવે છે. આ નવા સંસ્થાગત માળખાના ટેકા સાથે IPG આગામી બે વર્ષમાં LPLનું મોટું અને શ્રેષ્ઠ વર્ઝન બનાવવા 20 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરશે.

LPL માટે આ પરિવર્તન વધારે વ્યવસ્થિત અને વૃદ્ધિલક્ષી તબક્કાની શરૂઆતનો સંકેત છે. LPLના બૌદ્ધિક અધિકારો શ્રીલંકા ક્રિકેટ પાસે જ રહેશે, પરંતુ IPG પાસે તેના એક્સક્લૂઝિવ વાણિજ્યિક અને મીડિયા અધિકાર જળવાઈ રહેશે – જેને હવે સંસ્થાગત મૂડી, શ્રેષ્ઠ વહીવટી ધારાધોરણો અને લાંબા સમયથી વિસ્તરણ યોજનાનું પીઠબળ પ્રાપ્ત છે.

IPG ગ્લોબલના સ્થાપક અને ચેરમેન અનિલ મોહને કહ્યું હતું LPLને આ નવા પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે. સરકારી વહીવટી માળખામાં શામેલ થવાથી લીગની જવાબદારી વધવાની સાથે અમારી ક્ષમતા પણ વધશે. પારદર્શકતા, મૂડીની સુલભતા અને વહીવટી ધારાધોરણોમાં વધારા સાથે અમે લાંબા સમય સુધી વાણિજ્યિક શિસ્ત જાળવવાની સાથે ફ્રેન્ચાઇઝ મૂલ્ય વધારવાની સારી સ્થિતિમાં છીએ.

LPL સિવાય IPG ગ્રૂપ પાસે મલેશિયા અને ઝિમ્બાબ્વેમાં T20 લીગ વિકસાવવા લાંબા સમયની એક્સક્લૂઝિવ સમજૂતી છે. IPG અને રોકાણકારોએ આ નવી લીગોમાં વિસ્તરણની યોજનાઓ પણ બનાવી છે, જેથી ઝડપથી વધતા ક્રિકેટના બજારોમાં પોતાની હાજરી કે કામગીરી વધારી શકે.

એનો ઉદ્દેશ અલગ-અલગ ટૂર્નામેન્ટને એક સંકલિત, મલ્ટિ-માર્કેટ ક્રિકેટ ઉદ્યોગસાહસમાં બદલવાનો છે, જે દક્ષિણ એશિયા અને અન્ય વિકસતાં વિસ્તારોમાં ફેલાયેલું છે.