ગ્રહોના રાશિ પરિવર્તનથી અનેક જાતકોના જીવનમાં પરિવર્તન જોવા મળે છે. તો ચાલો ગુરુના ગોચરથી કઈ રાશિના જાતકોને ધનલાભ થશે
જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે. આગામી 14મી મેના રોજ રાતે 11:20 મિનિટે ગુરુ દેવ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં ગોચર કરશે.
ગુરુના ગોચરથી અનેક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ વધારે સમૃદ્ધ બનવાની છે. આટલું જ નહીં, આ રાશિના જાતકોના વર્ષોથી અટકેલા કામો પૂરા થવા લાગશે.
ગુરુનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે વિશેષ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના ધનભાવમાં ગુરુ ઉપસ્થિત થવાતી જાતકોને ધન સબંધિત સમસ્યામાંથી મુક્તિ મળશે.
વૃષભ રાશિના જાતકોને વેપાર-ધંધામાં આકસ્મિક લાભ થઈ શકે છે. સરકારી નોકરીના યોગ પણ બની રહ્યાં છે. આ સિવાય તમામ કાર્યમાં અણધારી સફળતા સાંપડી શકે છે.
ગુરુનું મિથુન રાશિમાં ગોચર થવાથી કન્યા રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ રાશિના જાતકોને સરકારી કામકાજમાં સફળતા મળશે. આટલું જ નહીં, જાતકોની મનોકામના પણ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે.
ગુરુનું ગોચર કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનાવશે. જ્યારે વેપારી અને ધંધાદારી વર્ગને વેપાર-ધંધામાં આવતી અડચણો આપોઆપ દૂર થઈ જશે.