નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે, આ તહેવાર 9 દિવસનો હોય છે. જો 9 દિવસમાં આ 4 સંકેત મળી જાય, તો સમજી જાવ કો માઁ દુર્ગા તમારા પર ખુશ થઈ ચૂક્યા છે.
ધાર્મિક માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિને સપનામાં માઁ દુર્ગા દેખાય, તો સમજી જાવ કે માતાજી તમારા પર પ્રસન્ન થઈ ચૂક્યા છે.
ધાર્મિક માન્યતા અનુસાર, જો નવરાત્રિમાં લગાવવામાં આવેલ જ્વારાનો રંગ સફેદ અથવા લીલો થઈ રહ્યો હોય, તો પણ માતાજી પ્રસન્ન થવાનો સંકેત મળે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, જો પરિવારના કોઈ સભ્યને નવરાત્રિ દરમિયાન કોઈ સારા સમાચાર મળે, તો સમજી જાવ કે માતાજી તમારા પર પ્રસન્ન થઈ ચૂક્યા છે.
નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે, જેનાથી માતાજી પ્રસન્ન થાય છે. જો આ અખંડ જ્યોત સતત 9 દિવસ સુધી પ્રગટેલી રહે, તો તે પણ અંબે માતાના પ્રસન્ન થવાનો સંકેત આપે છે.
નવરાત્રિ દરમિયાન આ 4 સંકેત મળવા શુભ માનવામાં આવે છે. જેનો અર્થ એ છે કે, તમારા પરિવાર પર માઁ દુર્ગાની કૃપા છે.