હિન્દુ ધર્મમાં ભૂખ્યા-તરસ્યા પશુ-પક્ષીઓને ખવડાવવા અને પીવડાવવાનું આગવું મહત્ત્વ છે, જેને ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. આજે આપણે ભોપાલના જાણીતા જ્યોતિષાચાર્ય અને પંડિત વિનોદ સોની પાસેથી જાણીશું પક્ષીઓને પાણી પીવડાવવાથી શું લાભ થાય...
જો તમે પક્ષીઓને પાણી પીવડાવો છો, તો તેનાથી જીવનમાં આવનારી મુશ્કેલીઓમાંથી આપને મુક્તિ મળી શકે છે. આ સાથે જ જીવનમાં ખુશહાલી આવે છે.
એવી માન્યતા છે કે, ઘરના આંગણા અથવા બાલ્કનીમાં પક્ષીઓને પાણી પીવડાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.
એવું માનવામાં આવે છે કે, પક્ષીઓનો સીધો સબંધ પાપ ગ્રહ રાહુ-કેતુ સાથે હોય છે. એવામાં જો તમે તમારી કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિને મજબૂત બનાવવા માંગતા હોવ, તો તમારા માટે પક્ષીઓને પાણી પીવડાવવું ફાયદેમંદ રહેશે.
પક્ષીઓને પાણી પીવડાવવાથી બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ ઝડપથી સુધારો થાય છે. એવું માનવામાં આવે છે કે, જો તમે ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હોવ, તો પક્ષીઓને પાણી પીવડાવવાથી તમને રાહત મળી શકે છે.
જો તમારા લગ્નમાં અવાર-નવાર અડચણો આવી જતી હોય, તો આજથી પક્ષીઓને પાણી પીવડાવવાનું શરૂ કરી દો. આમ કરવાથી લગ્નમાં આવતા વિધ્નો આપમેળે જ દૂર થઈ જાય છે.
એવું માનવામાં આવે છે કે, નિયમિત પક્ષીઓને પાણી પીવડાવવામાં આવે, તો વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આ સાથે જ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં હકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. મ
પક્ષીઓને પાણી પીવડાવવું પુણ્યનું કામ છે. નિયમિત પક્ષીઓને પાણી પીવડાવવાથી જાતકના ઘરમાં ખુશહાલી અને સુખ-સમૃદ્ધિ આવે છે.