શ્રાદ્ધ દરમિયાન એક લોટો પાણીમાં આ વસ્તુ નાખી સૂર્યને અર્પણ કરવાથી પિતૃ ખુશ થશે


By Vanraj Dabhi22, Sep 2024 01:18 PMgujaratijagran.com

પિતૃ પક્ષ ઉપાય

17 સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો પ્રારંભ થયો છે. આ સમય દરમિયાન શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવાનું વિશેષ મહત્વ છે. આ તકે પિતૃ પક્ષના કેટલાક ઉપાય કરીને વ્યક્તિ પિતૃઓની કૃપા મેળવી શકે છે.

સૂર્યદેવને જળ અર્પણ કરો

જો પિતૃ પક્ષમાં તમે કાળા તલને પાણીના વાસણમાં નાખીને સૂર્યદેવને અર્પણ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળી શકે છે.

પૂર્વજોના આશીર્વાદ

કાળા તલને પાણીમાં મિક્સ કરીને સૂર્યને અર્પિત કરવાથી વ્યક્તિ પોતાના પિતૃઓની કૃપા મેળવવા ઉપરાંત પૂર્વજોને ખુશ કરી શકે છે.

બધા દુ:ખ દૂર થઈ જશે

પિતૃપક્ષમાં આ ઉપાય નિયમિત કરવાથી તમારા જીવનમાંથી તમામ દુ:ખ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

ભાગ્ય રેખા મજબૂત રહેશે

એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં રોજ સૂર્યને કાળા તલનું પાણી અર્પણ કરવાથી વ્યક્તિનું ભાગ્ય મજબૂત બને છે.

પિતૃ દોષમાંથી મુક્તિ

આ ઉપાય 16 દિવસ સુધી રોજ કરવાથી તમને પિતૃદોષથી રાહત મળે છે. તેમજ પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ

પિતૃપક્ષમાં કાળા તલનો આ ઉપાય કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થવાની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવા લાગે છે.

ઘરની મુશ્કેલીઓમાંથી મુક્તિ

જો પિતૃ દોષના કારણે તમારા ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થતા હોય તો આ ઉપાય અવશ્ય અપનાવો. આમ કરવાથી ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે.

વાંચતા રહો

કાળા તલને પાણીમાં નાખીને સૂર્યને અર્પણ કરવાથી ફળ મળે છે. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પિતૃ પક્ષ દરમિયાન કયો ખોરાક લેવો જોઈએ? જાણી લો