હિન્દુ ધર્મમાં શનિવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે. પરંતુ તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મહિલાઓએ હનુમાનજીની મૂર્તિને હાથ ન લગાવવો જોઈએ. આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે શું મહિલાઓએ ખરેખર બરજાંગલીની પ્રતિમાને સ્પર્શ કરવો જોઈએ કે નહિ.
મહિલાઓ દ્વારા હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવા પાછળનું કારણ એવું કહેવાય છે કે તેઓ પહેલા બાળ બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી આસક્તિ અને મોહથી દૂર રહે છે. આ જ કારણ છે કે મહિલાઓને હનુમાનજીની મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ છે.
એવું માનવામાં આવે છે કે મહિલાઓએ ભૂલથી પણ બજરંગબલીના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ. આવું કરવાથી તમને અશુભ પરિણામ મળી શકે છે.
મહિલાઓ પોતાના પરિવારના કોઈ પુરુષ દ્વારા બજરંગબલીની પૂજા કરી શકે છે.
સ્ત્રીઓ હનુમાનજીને સ્પર્શ કર્યા વિના તેમની પૂજા કરી શકે છો. પૂજા દરમિયાન તેમને સિંદૂર ન ચઢાવવું જોઈએ અને પંચામૃત સ્નાન પણ ન આપવું જોઈએ.
મહિલાઓએ પૂજા દરમિયાન માથું ન નમાવવું જોઈએ. તમે તેમને દૂરથી ફૂલ અને ઘરે બનાવેલા ભોગ અર્પણ કરી શકો છો.