ચાણક્ય નીતિમાં જીવન સાથે સંકળાયેલી મોટાભાગની સમસ્યાઓનું સમાધાન બતાવવામાં આવ્યું છે. દુશ્મનોથી પોતાનો બચાવ કરવા માટે પણ તમે ચાણક્યની સલાહ માની શકો છો.
આચાર્ય ચાણક્ય કહે છે કે, વ્યક્તિએ દુશ્મનથી સતર્ક રહેવું જોઈએ. શત્રુ પર સતત નજર રાખીને તેની દરેક યોજનાઓ પ્રત્યે સતર્ક રહેવું જોઈએ.
દુશ્મનને પરાસ્ત કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે, તમે તેની નબળાઈનો ઉપયોગ કરો. આ સાથે જ પોતાની જાતમાં સકારાત્મક બદલાવ લાવતા રહો.
દુશ્મનને હરાવવા માટે ગુપ્ત યોજના બનાવતા રહો. ચાણક્યનું કહેવું છે કે, દુશ્મનનો સામનો હંમેશા શાંત દિમાગથી કરવો જોઈએ.
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, દુશ્મનોથી વ્યવસ્થિત અંતર જાળવવું જોઈએ. ચાણક્યનું કહેવું છે કે, આમ કરવાથી વ્યક્તિ પર શત્રુની યોજનાઓની ધારી અસર નથી થતી.
દુશ્મન પ્રત્યે બદલાની ભાવના ના રાખશો કે બદલો પણ ના લેશો. એની જગ્યાએ દુશ્મનને હરાવવા પર વધારે ધ્યાન આપો.
આચાર્ય ચાણક્ય કહે છે કે, વ્યક્તિએ યોગ્ય સમયની રાહ જોવી જોઈએ. ખોટા સમયે દુશ્મન પર વાર કરવાનો કોઈ અર્થ નથી.
દુશ્મનને હંમેશા ભ્રમમાં રાખવો જોઈએ. તેને આપણી વાસ્તવિક યોજના વિશે જાણકારી ના આપશો, જેથી તે ભ્રમમાં રહીને ખુશ રહી શકે.