Corona Safety Tips: 2025માં કોરોનાનું કમબેકઃ હવે કેવી રીતે સંક્રમણથી બચશો?


By Sanket M Parekh20, May 2025 04:01 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

2025માં કેટલાક દેશોમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે. જેના સંક્રમણથી બચવા માટે આપણે ફરીથી તકેદારી રાખવાની જરૂર ઉભી થઈ છે. તો ચાલો ડૉ ઉમેશકુમાર ભારતી પાસેથી કોરોનાથી બચવાના ઉપાય વિશે જાણીએ...

કોરોનાથી બચવું જરૂરી કેમ?

કોરોનાનો નવો વેરિયન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના સામાન્ય લક્ષણો પણ કોઈ બીજાને ઝડપથી બીમાર પાડી શકવા સક્ષમ છે. આથી કોરોનાથી બચવું આપણા સૌ કોઈની જવાબદારી થઈ જાય છે.

માસ્કનો યોગ્ય ઉપયોગ

ભીડભાડ વાળી જગ્યાએ મોંઢા પર માસ્ક પહેરવું હવે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. માસ્કથી નાક અને મોંઢાને સારી રીતે ઢાંકીને રાખવું જોઈએ, જેથી વાયરસ ઝડપથી ફેલાઈ ના શકે.

હાથ ધોવાનું ના ભૂલો

કોરોનાથી બચવા માટે સાફ-સફાઈ પણ એટલી જ આવશ્યક છે. સાબુ અને પાણીની મદદથી 20 સેકન્ડ સુધી હાથ ઘસીને ધોવાથી વાયસરને ખતમ કરવામાં મદદ મળે છે. આથી ફરીથી હાથ ધોવાની આદત અપનાવવી જોઈએ, ખાસ કરીને બહારથી આવ્યા બાદ.

સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવો

ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો. આ સાથે જ તમારી આસપાસના લોકોથી ચોક્કસ અંતર જાળવીને રાખો. જે વાયરસના ફેલાવવાની ઝડપને મહદઅંશે ઓછી કરે છે અને તમને સુરક્ષિત રાખે છે.

વૅક્સિનેશન જરૂરી

વેક્સિન લેવી, કોરોનાથી બચવાનું મુખ્ય હથિયાર છે. જો તમે વૅક્સિનના પુરા ડોઝ ના લીધા હોય, તો તાત્કાલિક વૅક્સિનનો કોર્સ પૂર્ણ કરી દો.

ઘરમાં સાફ-સફાઈ કરો

ઘર અને ઑફિસમાં નિયમિત સાફ-સફાઈ કરતાં રહો. કોરોના વાઈરસ એવી જગ્યાએ રહી શકે છે, જ્યાં વારંવાર આપણા હાથનો સ્પર્શ થતો હોય. આથી સ્વચ્છતા રાખવાથી સંક્રમણ ઓછું ફેલાય છે.

ખાણી-પીણીનું ધ્યાન અને પુરતો આરામ

સંતુલિત ડાયટ અને પુરતી ઊંઘ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન C, D અને પ્રોટીનથી ભરપુર ભોજન લેવું જોઈએ. જેથી શરીર વાઇરસ સામે લડી શકે.

તબીબની સલાહ

કોરોનાના લક્ષણોને સમયસર સમજો. જો તાવ, ઉધરસ અને શરદી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરો. સમયસર સારવાર મેળવવાથી પણ બીમારીથી બચી શકાય છે.

Brain Tumor: બ્રેઇન ટ્યૂમર થવા પર શરીર આપે છે આ સંકેત? ના કરશો ઈગ્નોર