ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે દહી હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે.
દહી હાંડીનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ધામધુમથી ઉજવવામાં આવે છે.
આ તહેવાર એક રમતગમતની સ્પર્ઘા તરીકે ઉજવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લે છે.
જન્માષ્ટમીના બીજા દિવસે સવારે દહી હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 27 ઓગસ્ટે ઉજવવામાં આવશે.
ધાર્મિક કથાઓમાં એવુ વર્ણન કરવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાળ સ્વરૂપમાં તેમના મિત્રો સાથે મટકી ફોડતા હતા.
આ તહેવારમાં લોકો ગામના ચોરે ભેગા થાય છે અને દહી અથવા માખણ ભરેલી મટકી ઉંચે બાંધે છે. બાદમાં લોકોનું પિરામિડ બનાવીને તે મટકી ફોડીને તહેવારની ઉજવણી કરે છે.
આ ઉત્સવમાં હજારો ભક્તો ભાગ લે છે અને દર્શન માટે આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં બાલગોપાલને યાદ કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
દહી હાંડીનો પવિત્ર તહેવાર આ વર્ષે 27મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે, દહી હાંડી મનાવવાથી ભગવાન કૃષ્ણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.