ધનતેરસના દિવસે મીઠું ખરીદવું તે શુભ માનવામાં આવે છે. તેનાથી રોગ અને દરિદ્રતા દૂર થાય છે.
ધનતેરસ નિમિત્તે મીઠાંને એક કાચના કપમાં લો અને તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. તેનાથી સંપત્તિ સર્જનનો માર્ગ ખુલે છે.
ધાર્મિક માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે મીઠાંના પાણીનું ઘરમાં પોતુ લગાવવાથી નેગેટિવિટી દૂર થાય છે.
ધનતેરસ ધન સાથે જોડાયેલ તહેવાર છે, માટે મીઠાનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી સાથે શુક્ર ગ્રહની કૃપા જળવાઈ રહે છે.
મીઠાંને કાંચના ડબ્બામાં રાખવું જોઈએ. સ્ટીરના વાસણમાં તેને ન રાખશો. તેનાથી ચંદ્ર અને શનિનો અશુભ પ્રભાવ પડે છે.