હિંદુ કેલેન્ડર મુજબ મહા મહિનાથી ફાગણ મહિનો શરૂ થાય છે.
ફાગણ મહિનો ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. કારણ કે આ મહિનામાં મહાશિવરાત્રી અને હોળી સહિતના અનેક તહેવારો ઉજવવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં આ માસને આનંદ અને પ્રસન્નતાનો મહિનો માનવામાં આવે છે. આ વખતે ફાગણ મહિનો 25 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને 25 માર્ચે પૂરો થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનામાં કેટલાક કામ કરવાની સખત મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને જીવનમાં અશુભ ફળ મળે છે.
ફાગણ મહિનામાં માંસ, મદિરાનું સેવન ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી દેવી-દેવતાઓ નારાજ થઈ શકે છે.
આયુર્વેદ અનુસાર ફાગણ મહિનામાં અનાજનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ફળોનું સેવન વધુ કરો. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
ફાગણ મહિનામાં વડીલો અને મહિલાઓનું અપમાન ન કરો. જેના કારણે ઘરમાં ભોજનની અછત થઈ શકે છે. ગૃહ કલહ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.