Drinking Water: ઉભા-ઉભા પાણી પીવાથી વધી જાય છે આ બીમારીઓ થવાનો ખતરો


By Sanket M Parekh31, May 2025 04:06 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

પાણી પીવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ જો તેને ખોટી રીતે પીવામાં આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઉભા રહીને પાણી પીવાથી અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. તો ચાલો જનરલ ફિજિશિયન ડૉ. પ્રભાત રંજન સિન્હા પાસેથી જાણીએ કે, ઉભા-ઉભા પાણી પીવાથી કઈ-કઈ બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

પાચન તંત્રને નુકસાન

ઉભા-ઉભા પાણી પીવાથી પાણી ઝડપથી પેટમાં જાય છે, જે પાચન તંત્ર પણ દબાણ કરે છે. જેના પરિણામે ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યા વધી શકે છે.

કિડની પર વિપરિત અસર

ઉભા-ઉભા પાણી પીવાથી પાણી વ્યવસ્થિત સાફ થયા વિના કિડનીથી નિકળી જાય છે. જેના કારણે કિડની ઈન્ફેક્શન અને યુરિન સબંધિત સમસ્યા વધી શકે છે.

આર્થરાઇટિસનો ખતરો

ઉભા રહીને પાણી પીવાના કારણે શરીરના સાંધાઓમાં લિક્વિડ અસંતુલિત થઈ જાય છે. જેના પરિણામે લાંબા ગાળે આર્થરાઇટિસની સમસ્યા થઈ શકે છે, જે સાંધા માટે ખૂબ જ ખતરનાક છે.

અંદરના અંગોને નુકસાન

આ ખરાબ આદતના કારણે ઝડપથી વધતુ પાણી પેટની દીવાલો અને અંગોને નુકસાન પહોંચાડે છે. વારંવાર આવી રીતે ઉભા રહીને પાણી પીવાથી પાચન તંત્ર નબળું બની જાય છે.

એસિડ લેવલ અસંતુલિત

આયુર્વેદ અનુસાર બેઠા-બેઠા અને ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર સંતુલિત રહે છે. ઉભા-ઉભા પાણી પીવાના કારણે એસિડનું લેવલ અસંતુલિત રહે છે.

કેટલા લીટર પાણી પીવું?

પાણી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ દિવસમાં 2-3 લિટર પાણી પીવું જોઈએ. જેથી શરીરમાંથી વિષયુક્ત પદાર્થ બહાર નીકળે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.

High Cholesterol Symptoms: કૉલેસ્ટ્રોલ વધવા પર શરીરમાં જોવા મળે છે આ 4 લક્ષણ