આ વર્ષે હોળી પર ભદ્રાની છાયા અને ચંદ્રગ્રહણના કારણે હોળી દહન ક્યારે કરવું જોઈએ તેને લઈને અસમંજસ છે. જાણો સાચી તારીખ
હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે હોળીની પૂર્ણિમા તિથિ 14 માર્ચના રોજ બપોરે 12 વાગીને 23 મિનિટથી શરૂ થઈ રહી છે અને 15 માર્ચે 2 વાગીને 33 મિનિટ સુધી ચાલુ રહેશે.
જ્યારે દ્રક પંચાગ અનુસાર પૂર્ણિમા તિથિ 13 માર્ચે વહેલી સવારે 10.35 અને 14 માર્ચ 12.23 સુધી ચાલુ રહેશે અને આ સમયે જ ભદ્રાની છાયા લાગી રહી છે.
આ વર્ષે 13 માર્ચે સવારે 10.03 થી ભદ્રા લાગી જશે તે રાત્રે 10.37 સુધી રહેશે. આ સમયે દ્રક પંચાગ હોળીનું દહન કરી શકાય નહિ. પરંતુ ત્યારબાદ હોળીનું દહન કરી શકાય છે.
દ્રિક અને હિન્દુ પંચાગોમાં અલગ અલગ પૂર્ણિમા તિથિને કારણે આ મુંઝવણ સર્જાઈ છે. હિન્દુ કેલેન્ડર મુજબ 14 તારીખે રાત્રે હોળી પ્રગટાવી શકાશે.
દ્રિક પંચાગ અનુસાર 13 તારીખે રાત્રે ભદ્રા સમાપ્ત થયા બાદ હોળી પ્રગટાવી શકાશે.