હિન્દુ ધર્મમાં લગ્ન બાદ નવ પરિણીત કન્યાને કેટલાક કામો પોતાની સાસરીમાં ના કરવાની સલાહ આપવામાં આવે છે. જેમાં પહેલી હોળી સાસરીમાં ઉજવવાની પણ મનાઈ છે. આજે અમે આપને જણાવીશું કે, પહેલી હોળી સાસરીમાં મનાવવાથી શું થાય? આ વિશે શ્રી હનુમાન જ્યોતિષ સંસ્થાના ફાઉન્ડર જ્યોતિષવિદ અમિતકુમાર મિશ્રાએ આપણને વિગતવાર માહિતી આપી છે.
નવોઢાએ પોતાની પહેલી હોળી સાસરીમાં ઉજવવાનું ટાળવું જોઈએ. જો કોઈ નવ પરિણીત કન્યા પોતાની સાસરીમાં પહેલી હોળી ઉજવે છે, તો તેને ભવિષ્યમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો નવોઢા લગ્ન બાદ પહેલી હોળી પોતાની સાસરીમાં ઉજવે છે, તો તેના અને તેની સાસુના સબંધોમાં ખટરાગ થઈ શકે છે. જેના પરિણામે સાસુ અને વહુ વચ્ચે ઝઘડા વધે અને ઘરમાં હંમેશા કજિયા થયા કરે છે.
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, નવ પરિણીત કન્યાએ પોતાની સાસરીમાં હોળી ના મનાવવી જોઈએ. જો નવોઢા લગ્ન પથી સાસરીમાં પહેલી હોળી ઉજવે, તો તેના સાસુ ઉપરાંત દેરાણી-જેઠાણી અને નણંદ સાથેના સબંધો પણ વણસી શકે છે.
જો નવોઢા લગ્ન પછી સાસરીમાં પ્રથમ હોળી મનાવે, તો તેના પરિણામે સાસરીના ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર થાય છે. જેના ભાગરૂપે ભવિષ્યમાં પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય સબંધિત તેમજ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો નવોઢા પોતાના લગ્ન બાદ પ્રથમ હોળી સાસરીમાં મનાવે છે, તો તેને સંતાન પેદા કરવામાં સમસ્યા આવી શકે છે. હકીકતમાં હોળી પહેલા હોળીનું દહન કરવામાં આવે છે. હોળી દહનને જીવિત શરીરનો દાહ માનવામાં આવે છે. એવામાં નવોઢાએ પોતાની સાસરીમાં હોળી દહન અને હોળી ઉજવવાથી બચવું જોઈએ.
નવોઢાએ લગ્ન બાદ પોતાની સાસરીમાં પહેલી હોળી ના મનાવવી જોઈએ. આ સાથે જ નવોઢાના પતિ એટલે કે વરરાજાએ પણ પત્ની સાથે તેના પિયરમાં જ પહેલી હોળી મનાવવી જોઈએ. આમ કરવાથી બન્નેના સબંધો વધુ ગાઢ બને છે.