Navagraha Dosha: માત્ર મોરના પીંછાથી નવ ગ્રહ કેવી રીતે શાંત કરશો?


By Sanket M Parekh13, May 2025 03:58 PMgujaratijagran.com

મોરના પીંછા

હિન્દુ ધર્મમાં મોરના પીંછાનું આગવું મહત્ત્વ છે, જેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. તો ચાલો મોરના પીંછાથી નવ ગ્રહને કેવી રીતે ઠીક કરવા અર્થાત નવ ગ્રહનો દોષમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય..?

વાસ્તુદોષ દૂર થાય

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં મોરના પીંછા રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. જેના પરિણામે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને લક્ષ્મીનું આગમન થાય છે. આ સાથે જ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

ગુરુ ગ્રહ માટે

ગુરુવારના દિવસે 5 મોરના પીંછા લો અને તેને પીળા રંગના દોરાથી બાંધો. આ સાથે જ એક થાળીમાં આ મોરના પીંછાની સાથે પાંચ સોપારી રાખો અને ગંગાજળ છાંટો.

બુધ ગ્રહ માટે

બુધવારના દિવસે 6 મોરના પીંછા લો અને તેને લીલા રંગના દોરાથી બાંધો. આ સાથે જ થાળીમાં પીંછાની સાથે 6 સોપારી રાખો અને ગંગાજળનો છંટકાવ કરો.

મંગળ ગ્રહ માટે

મંગળવારના દિવસે 7 મોરના પીંછા લો અને તેને લાલ રંગના દોરાથી બાંધી દો. હવે થાળીમાં આ મોરના પીંછાની સાથે સાત સોપારી રાખો અને ગંગાજળનો છંટકાવ કરો. આમ કરવાથી મંગળ ગ્રહ શાંત થાય છે.

દૂર થશે નેગેટિવ એનર્જી

વાસ્તુ અનુસાર, ઘરમાં મોરના પીંછા રાખવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે. જેના પરિણામે ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.

સુખ-શાંતિનો વાસ

ઘરમાં મોરના પીછા રાખવાથી પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ સાથે જ ઘરમાં ખુશીઓનું આગમન થાય છે અને તણાવ દૂર થાય છે.

ખરાબ નજરને દૂર કરવાના 5 ઉપાયો