નકારાત્મક અને ખરાબ વિચાર પર કાબુ કેમ કરવો?


By Hariom Sharma08, Mar 2025 01:10 PMgujaratijagran.com

સવાલ

આજના યુગમાં ઘણા લોકોનો સવાલ છે કે નકારાત્મક અને ખરાબ વિચાર પર કાબુ કેવી રીતે રાખવો.

હરિપ્રકાશ સ્વામી

હરિપ્રકાશ સ્વામી કહે છે કે ઘણા હરિભક્તો મારી પાસે આવે અને એકજ વાત કરે છે કે સ્વામી મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે શું કરવું?

મનમાં વિચાર આવે

આ અંગે હરિપ્રકાસ સ્વામી કહે છે કે મન છે એટલે વિચારો તો આવવાના. એ એનો સ્વભાવ છે. સારા ખરાબ તમામ પ્રકારના વિચારો આવે છે. એની ફરિયાદ ન કરવી.

પ્રસંગ

હરિપ્રકાશ સ્વામી સંતનો મસ્ત પ્રસગ વર્ણવ્યો. જેમાં સંત પાસે એક વ્યક્તિ આવે છે અને કહે છે કે સ્વામી મનમાં ખરાબ ખરાબ વિચાર આવે છે શું કરવું?

દાઢીની વાત

સ્વામી કહે વિચારોનું તો કામ છે આવવાનું આવશે. તો પહેલો ભાઈ કહે કે નહીં સ્વામી તે ન આવે તેવું કરો. તો સ્વામીએ તેને કહ્યું કે તને દાઢી આવે છે, તો પહેલો વ્યક્તિ કહે હા આવે છે.

શું કરવું

સ્વામી આગળ કહે છે કે કેમ આવે છે. તો વ્યક્તિ કહે ખબર નહીં પરંતું આવે છે. દાઢી આવે ત્યારે તું શું કરે છે. તો વ્યક્તિ કહે જેવી આવે છે તેવી કરી લઉં છું.

કેમ કંટ્રોલ થાય

સ્વામી કે બસ વિચારોનું પણ આવું છે તે આવ્યા જ રાખે જેવા આવે તેવા કાપો જેવા આવે તેવા કાપો. ભજન અને સત્સંગ કરવાથી તેને કંટ્રોલ કરી શકાય છે.

Shani Rahu Yuti: શનિ-રાહુની યુતિમાં આ રાશિએ સંભાળવું