માર્કેટમાં બેરોકટોક નકલી પનીર વેચાઈ રહ્યું છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.આથી જ અસલી પનીરની ઓળખ જરૂરી બની જાય છે, જેથી પેટમાં દુખાવો, ડાયેરિયા અને ટાઈફૉઈડ જેવી બીમારીઓથી બચી શકાય. આ સંદર્ભે અમે વેલનેસ ડાયટ ક્લીનિકના ડાયેટિશિયન ડૉ. સ્મિતા સિંહ સાથે વાત કરી છે.
નકલી પનીરમાં સ્કીમ્ડ મિલ્ક, યુરિયા અને ડિટરજન્ટ જેવા પદાર્થો મિક્સ કરવામાં આવે છે. જે શરીરમાં ઝેરનું કામ કરે છે. જો કે ઘરે તમે કેટલીક સરળ રીતે તમે અસલી છે કે નકલી પનીરની ઓળખ કરી શકો છો
પનીરને હાથમાં લઈને મસળી જુઓ. જો તે તૂટીને વિખેરાવા લાગે, તો સમજી જાવ પનીર નકલી છે. અસલી પનીર મસળવા છતાં એકદમ સૉફ્ટ અને મુલાયમ રહે છે અને સરળતાથી નથી તૂટતું.
પનીરને થોડું ઉકાળો અને ઠંડુ થવા પર તેમાં આયોડિન ટિંચરના બે-ત્રણ ટપકાં નાંખી જુઓ. જો પનીરનો રંગ આસમાની કે બ્લૂ થઈ જાય, તો તે નકલી છે. અસલી પનીરનો રંગ ક્યારેય બદલાતો નથી.
અસલી પનીર વજનમાં હલકું, નરમ અને સ્પંજી હોય છે. જ્યારે નકલી પનીર સખ્ત હોય છે અને રબરની માફક ખેંચાય છે, કારણ કે તેમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
પનીરને ઉકાળીને ઠંડુ થવા દો. હવે તેમાં અડદની દાળનો પાવડર અર્થાત અડદનો લોટ મિક્સ કરો. 10 મિનિટ બાદ જો રંગ લાલ થઈ જાય, તો સમજી જાવ પનીર નકલી છે. અસલી પનીરનો રંગ ક્યારેય નથી બદલાતો.
પનીરમાં સોયાબીન મિક્સ કરીને છોડી દો. જો થોડા સમય બાદ રંગ કે બનાવટમાં કોઈ ફેરફાર જણાય, તો પનીર નકલી છે.આ ટેસ્ટ નકલી પનીરને પકડવા માટેની સૌતી સરળ રીત છે.
નકલી પનીર ખાવાથી પેટમાં દુખાવો, ઉલટી, કમળો, ટાઈફૉઈડ અને ડાયેરિયા જેવી બીમારી થઈ શકે છે. લાંબા સમય સુધી આવું પનીર ખાવામાં આવે, તો આગળ જતાં લિવર અને કિડની ડેમેજ થવાનો ખતરો વધી જાય છે.