જો કોઈ કારણથી શિવલિંગનું જળાભિષેક કરી શકતા નથી તો ઘરમાં શિવલિંગ સ્થાપિત કરશો નહીં.
માન્યતા પ્રમાણે શિવલિંગની દરરોજ પૂજા ન કરવાના સંજોગોમાં શિવજીની નારાજગી સહન કરવી પડી શકે છે. અને અશુભ પરિણામ મળી શકે છે.
ઘરમાં સ્થાપિત કરવામાં આવતા શિવલિંગની લંબાઈ તમારા અંગૂઠાથી વધારે મોટું ન હોવું જોઈએ
ઘર પર શિવલિંગ પર દક્ષિણ દિશા અથવા પૂર્વ દિશા તરફ મોં રાખી જળાભિષેક ન કરવો. હંમેશા ઉત્તર તરફ મોં રાખીને જ જળ ચડાવવું શુભ માનવામાં આવે છે.