Jaya Kishori: લગ્ન પહેલા કુંડળી મેળવવી જોઈએ કે નહીં? જાણો જયા કિશોરીએ શું...


By Vanraj Dabhi17, Feb 2025 02:41 PMgujaratijagran.com

લગ્ન પહેલા કુંડળી

લગ્ન પહેલા લોકો કુંડળી મેચ કરતા હોય છે, આ અંગે જયા કિશોરીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

પોડકાસ્ટમાં જયા કિશોરી

થોડા સમય પહેલા એક પોડકાસ્ટમાં જયા કિશોરીને લગ્ન પહેલા જન્માક્ષર મેચ કરવા અંગે પુછવામાં આવ્યું હતું.

જયા કિશોરીનો જવાબ

આ અંગે જયા કિશોરીએ કહ્યું કે, હું જ્યોતિષી નથી તેથી ઙું તેના વિશે સંપૂર્ણ જાણકાર નથી અને મેં આખુ જ્યોતિષ વાંચ્યુ નથી તેથી મને નથી ખબર, પરંતુ હું જ્યોતિષમાં માનું છું.

મને ખાતરી છે

તમે ઘણી વાર લગ્નોમાં જોયું હશે કે ગોઠવાયેલા લગ્નોમાં કુંડળી જોવડાવતા હોય છે અને જો કુંડળી મેચ ન થાય તો લગ્ન નથી કરતા.

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્નમાં હું કહીશ કે, તમે લગ્ન માટે ખૂબ રાહ જોયા પછી કુંડળી નકારાત્મક જવાબ આપી રહી , છે તો તમારે પ્રેમ લગ્ન માટે પણ તૈયાર રહેવું જોઈએ.

રિલેશનશિપ

તમે રિલેશનશિપમાં રહો પરંતુ તેના માટે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે પત્રિકા 100 ટકા સાચું નથી કહેતી, જ્યોતિષો પણ આવું કહે છે.

જ્યોતિષ નિષ્ણાતને બતાવો

જ્યારે તમે કોઈને કુંડળી જોવાનું કહેશો, તો તેઓ એમ જ કહેશે કે, જોવો અમે એમ નથી કહેતા કે આ થશે જ.

તકલીફ માટે તૈયાર રહો

તમારી લાઈફમાં તમારી કુંડળી આગામી દિવસોમાં તકલીફ વેઠવાનો વારો આવશે તો, તમારે તેના માટે તૈયાર રહેવું જોઈએ, નહીં કે બધુ છોડીને ઘરે બેસી રહેવું.

તમને વિશ્વાસ નથી

તમે રિલેશનશિપમાં હોવ અને તમે કહેશો કે, હું આમા માનતો નથી, ત્યાર પછી જ્યારે લગ્ન કરશો એટલે સમસ્યાઓ શરૂ થશે.

આવું તો વિચાર્યું પણ નહોતું

હવે તમે કહેશો કે, આવું નહો, આવુ તો મે વિચાર્યું પણ નહોતું, પરંતુ જ્યારે તમને કુંડળી જણાવે છે કે આગામી સમયમાં તમને તલલિફ આવશે તો તેના માટે તમારે વધારે પ્રયત્નો કરવા પડશે.

તરત નકારો નહીં

જયા કિશોરી કહે છે કે,કોઈપણ કાર્યને તરત નકારશો નહીં, તેના ઉકેલ તરફ આગળ વધો, ઉકેલ મળે જ છે, પરંતુ તમે માનતા જ નથી તો કુંડળી જોવડાવો જ નહીં, શા માટે શંકાના બીજ વાવો છો.

વાંચતા રહો

એસ્ટ્રો અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lakshmi Kamal Plant: ઘરમાં લક્ષ્મી કમળનો છોડ લગાવવાથી 5 સમસ્યાઓનો ઉકેલ જલ્દી આવે છે