Kala Dhaga Rules: કઈ રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ?


By Sanket M Parekh18, Apr 2025 03:10 PMgujaratijagran.com

કાળો દોરો પહેરવો

ઘણાં લોકો કાળો દોરો પહેરતા હોય છે, જેના કારણે તેમને જીવનમાં અનેક પરિવર્તન જોવા મળતા હોય છે. તો ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ...

મુશ્કેલીમાંથી મુક્તિ

એવું કહેવામાં આવે છે કે, કાળો દોરો પહેરવાથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થવા માંડે છે. આટલું જ નહીં, કાળો દોરો પહેરવાથી નેગેટિવ એનર્જીમાંથી પણ મુક્તિ મળે છે.

આ રાશિના જાતકો ના પહેરે કાળો દોરો

જો કે અનેક એવી રાશિ હોય છે, જેના જાતકોએ કાળો દોરો પહેરવાથી બચવું જોઈએ. જો આવી રાશિના જાતકો કાળો દોરો પહેરે, તો તેમને જીવનમાં નકારાત્મક અસરનો સામનો કરવો પડી શકે છે.

મેષ

મેષ રાશિના સ્વામી મંગળ અને કાલા દોરનો સબંધ શનિ દેવ સાથે છે. આ બન્ને ગ્રહો વચ્ચે શત્રુતા હોવાના કારણે, આ રાશિના જાતકોએ કાળો દોરો પહેરવાથી બચવું જોઈએ.

સિંહ

શનિ અને સૂર્ય વચ્ચે પણ શત્રુતા હોવાના કારણે સિંહ રાશિના જાતકોએ પણ કાળો દોરો પહેરવાથી બચવું જોઈએ. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને એનર્જી, આત્મવિશ્વાસ અને સમ્માનની પ્રાપ્તિ થાય છે.

કર્ક

કર્ક રાશિના સ્વામી ચંદ્રમાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, આ રાશિના જાતકોએ પણ કાળો દોરો ના પહેરવો જોઈએ. ચંદ્રમાં, રાહુ અને શનિના વચ્ચે શત્રુતા રહેલી હોય છે.

વૃશ્વિક

આજ રીતે વૃશ્વિક રાશિના જાતકોએ પણ કાળો દોરો ના પહેરવો જોઈએ. આમ છતાં જો આ રાશિના જાતકો કાળો દોરો ધારણ કરે, તો નકારાત્મક અસરનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ ધન સાથે સંકળાયેલી સમસ્યા સર્જાવા લાગે છે.

કાર્યમાં નિષ્ફળતા

જો ઉપર જણાવેલી ચાર રાશિના જાતકો ભૂલથી પણ કાળો દોરો પહેરે, તો તેમને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આ સાથે જ જાતકના જીવનમાં એક પછી એક સમસ્યા આવતી જ રહે છે.

ઘરમાં 20 વર્ષ જૂનું ટીવી રાખવાથી શું થાય છે?